DAVE RUPALI

આધુનિક યુગમાં વિજ્ઞાન સાથે માનવ જિંદગી

આજના આ આધુનિક યુગમાં વિજ્ઞાન ખૂબ‌ જ આગળ આવી ગયું છે.વિજ્ઞાન એ જ્ઞાન અને વિજ્ઞાનના ઘણા બધા સાધનો બનાવ્યા છે.જેના દ્રારા ઘણાં બધા કાર્યો જે અસંભવ હતા તે આજે સંભવ થઈ ગયા છે આજે માણસ માણસ વચ્ચેનો સંબંધ વૈજ્ઞાનિક જ થઈ ગયો છે મોબાઈલ ફોનમાં વાતચીતથી અને આજના આ આધુનિક યુગમાં સ્ત્રીઓને ઘરકામમાં ઘણો આરામ મળી રહે છે કારણ કે ઘરમાં ઘણા બધા આધુનિક મશીનની સુવિધા આવી ગઈ છે.

નાના બાળકોથી માંડી વૃદ્ધો બધા જ લોકો માટે વિજ્ઞાન ખૂબ જ ઉપયોગી માધ્યમ બની ગયું છે અને તેથી નાના મોટા બધાને તેની આદત પડી ગઈ છે પણ આનાથી દેશ ખૂબ ઝડપથી પ્રગતિ કરી રહયો છે અને વિજ્ઞાન એ મોબાઈલ ફોન,ઈન્ટરનેટ, જેવા સાધનો વિકસાવી કોરોના જેવી‌ મહામારીમાં અને લોકડાઉનના સમયે ખૂબ જ ઉપયોગી પુરવાર થયું છે. બાળકોને મોબાઈલ ને ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન જ્ઞાન આપવાનું સરળ અને સુગમ સાધન બન્યું છે.

વિજ્ઞાનના ઉપયોગથી આજના આધુનિક યુગમાં સમયની પણ‌ ખૂબ બચત કરી શકાય છે.માણસોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે અમુક દિવસો,અમુક કલાકો કે અમુક સેકન્ડોમાં આરામથી પહોંચી શકાય છે.આ ઉપરાંત કોઈપણ વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોચાડવું પણ ખૂબ સરળ બની ગયું છે.

આ સિવાય પણ ઘણી બધી આધુનિક ચીજવસ્તુઓ બની છે અને બનશે ને બનતી રહેશે.આજ કાલ માણસોને કામ કરવા માટે કોઈ માણસોની જરૂર પડતી નથી તેના માટે આજે રોબટનો ઉપયોગ થવા લાગ્યો છે આ સિવાય કારને ચલાવવા ડ્રાઈવરની પણ જરૂર રહેતી નથી તેના સ્થાને કારમાં મશીન આવે છે, જે પોતાની જાતે જ બધું કરી લે છે.આ અને આવી તો ઘણી બધી વસ્તુઓ છે જેના વિશે જાણીને આપણને ખૂબ જ નવીન લાગે છે.

યુગ જ્ઞાનનો
સુંદર વિજ્ઞાનનો
તત્વજ્ઞાનનો.

વિજ્ઞાનની એવી તો ઘણી બધી બાબતો છે કે જેના વિશે જાણીને કે‌ વિચારીને પણ આપણને આ દુનિયા જાદુઈ જ લાગે છે.કારણ કે આપણે તેને નજરે જોઈ ના લઈ એ આપણને તે વાતો જાદુઈ દુનિયા જેવી જ લાગે છે.જેમ કે,હાલમાં જ વિજ્ઞાને એક એવી અદ્દભૂત શોધ કરી કે જેમાં તેને વર્ષો પહેલા મૃત્યુ પામેલા તેના પૂવૅજોને માત્ર થોડી જ સેકન્ડો માટે જીવિત કરી શકે છે તે પોતાની ફેમિલીને લગ્ન પ્રસંગે આશિર્વાદ આપવા માટે આવે છે એવું લગભગ વિજ્ઞાને સાબિત કરી બતાવ્યું છે.

વિજ્ઞાનની દુનિયાનો આ સુંદર જાદુ.
માનવીના જ્ઞાનને કોઈ પર નહીં લાદુ.
વિજ્ઞાન એ લાવી અનેક આધુનિકતા,
નહી તો માનવીનું જીવન તો હતું સાદું.

આ આધુનિકતા અને વિજ્ઞાને સમાજને ઘણું બધું આગળ લાવી દીધું અને દેશને વિકાસશીલ રાષ્ટ્ર બનાવી દીધું પણ આ વિજ્ઞાન એ ઘણી આડ અસરો પણ કરી છે જેનાથી માનવીઓને ખૂબ જ નુકસાન પણ‌ પહોંચે છે.

આ વિજ્ઞાન એ આપેલ મોબાઈલ ફોન અને ઈન્ટરનેટ એક રીતે સૌને ઉપયોગી છે તો તે નાના બાળકો‌ માટે ખૂબ નુકસાનકારક પણ સાબિત થયું છે.બાળકોના ભણતરમાં અને જીવનમાં ખૂબ હાની પહોંચે છે,તેઓ ભણવાનું છોડીને આખો દિવસ મોબાઈલમાં જ પસાર કરે છે.તેમાં આવતી અલગ અલગ ગેમોના લીધે બાળકો આત્મહત્યા કરવા પણ પ્રેરાય છે અને મોબાઇલફોનની યુવાનો પર પણ ખૂબ જ ધાતક અસર થાય છે. તેઓ પોતાનું બધું કામ છોડીને મોબાઈલ ને ઈન્ટરનેટમાં જ સતત મંડ્યા રહે છે.

ફોનના માધ્યમથી સમાજના લોકોના વિચારો પણ બદલી જાય છે. માણસો એકબીજા સાથે હળવામળવાને બદલે ફોનથી જ હાલચાલ પૂછી લે છે.આના ઘણા અનુભવો તો આપણે રોજ આપણા જીવનમાં કરીએ જ છીએ.

જેમકે, આપણે કોઈ સ્થળે મુસાફરી કરતા હોય પછી તે ટ્રેનમાં હોય,બસમાં હોય કે‌ વિમાનમાં. આપણી આસપાસ બેઠેલા દરેક લોકો ફોનમાં જ ઘૂસીને બેઠા હોય છે.આ તો બહુ સામાન્ય થઈ ગયું છે માણસ કોઈ સારા કે ખરાબ પ્રસંગે કોઈના ઘરે જાય તો પણ તેના સાથે વાતચીત કરવાના બદલે ફોનમાં જ મશગુલ હોય છે.આજની આધુનિક માતાઓ પણ ખુદના બાળકો પર ધ્યાન આપવાના બદલે ફોનમાં વધુ ધ્યાન આપે છે.

અરે હદ તો ત્યારે થઈ જાય કે જયારે કોઈ વ્યકિત ચાલીને કયાંક જતી હોય તો પણ વાહનો પર કે હોર્ન પર ધ્યાન આપવાના બદલે ફોનમાં જ લાગેલા હોય છે આ તો આ બહુ જ ખરાબ બાબત છે.

મારું તો એવું માનવું છે કે ફોનનો ઉપયોગ બેશક કરો પણ યોગ્ય કામ માટે અને કંઈક નવું મેળવવા માટે,નહીં કે ટાઈમ‌ પાસ કરવા.

“Rup”

Back to top button
error: Content is protected !!