• આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પ્રદેશના નેતાઓએ સ્થાનિક આગેવાનોને માર્ગદર્શન આપ્યું: આપ મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત જિલ્લાઓ બાદ હવે તાલુકા કક્ષાએ…

    Read More »
  • ભારે વરસાદને કારણે ઉત્તરાખંડ અને હિમાચલ સહિત અનેક રાજ્યોમાં ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. ભૂસ્ખલનને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.…

    Read More »
  • દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી સિસોદિયાને એક્સાઈઝ પોલિસી કેસમાં 17 મહિના જેલમાં વિતાવ્યા બાદ જામીન મળી ગયા છે. સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને…

    Read More »
  • દેવભૂમિ દ્વારકા, તા. ૮ ઓગસ્ટ – રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામે હરસિદ્ધિ માતાના મંદિરેથી “એક પેડ માઁ કે નામ” અભિયાનની સાથે ૭૫મા વન મહોત્સવ- ૨૦૨૪નો પ્રારંભ કરાવ્યો હતો.  આ સાથે મુખ્યમંત્રીશ્રીએ  દરિયા કિનારે નિર્મિત રાજ્યના ૨૩મા સાંસ્કૃતિક વન “હરસિદ્ધિ વન”નું લોકાર્પણ કર્યું હતું. રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના ઉપક્રમે આજે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગાંધવીમાં હર્ષદ માતાના મંદિરના સાનિધ્યમાં ૭૫મા વન મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા “એક પેડ માઁ કે નામ” અભિયાન અંતર્ગત મુખ્યમંત્રીશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે “માતૃવન”ના નિર્માણ અર્થે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે  આ અવસરે  કહ્યું હતું કે, “એક પેડ માઁ  કે નામ” અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં સવા સાત કરોડ વૃક્ષો વાવીને ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં બીજા ક્રમે છે. આવનારા દિવસોમાં જન જનના સહયોગથી આ અભિયાનને જન આંદોલન બનાવવાનું છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, આજે વિશ્વ ગ્લોબલ વોર્મિંગના પડકારોથીત્રસ્ત  છે, ત્યારે વિઝનરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ધરતી માતાનું ગ્રીન કવચ વધારવાના હેતુ સાથે વિશ્વ પર્યાવરણ દિવસે “એક પેડ માઁ કે નામ” અભિયાન શરૂ કરાવ્યું છે, તે અંતર્ગત દેશમાં ૧૪૦ કરોડ જેટલા વૃક્ષો વાવવાનો આહવાન કર્યું છે. વડાપ્રધાનશ્રીના આહવાનને ઝીલીને ગુજરાતે ૭૫મા વન મહોત્સવ અન્વયે “એક પેડ માઁ  કે નામ” અભિયાનને વેગવાન બનાવ્યું છે.હર્ષદ ગાંધવી ખાતે  નિર્માણ પામેલા ૨૩મા સાંસ્કૃતિક વન – હરસિદ્ધિ વનમાં ૪૧ હજારથી વધુ રોપાઓ વાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે,  “એક પેડ માઁ કે નામ” અભિયાન અંતર્ગત આગામી માર્ચ મહિના સુધીમાં સમગ્ર રાજ્યમાં ૧૭ કરોડ વૃક્ષો વાવવાના છે. ૭૫મા વન મહોત્સવ અંતર્ગત વન વિભાગ દ્વારા લોકભાગીદારીથી સમગ્ર રાજ્યમાં પાંચ હજાર જેટલા માતૃવનનું નિર્માણ કરાશે. બાળકોમાં વૃક્ષ વાવવાના અને તેના જતનના સંસ્કાર કેળવાય એટલા માટે રાજ્યની ૫૩ હજાર આંગણવાડીઓમાં સવા ત્રણ લાખ વૃક્ષોના વાવેતરનો પ્રારંભ કરી દેવાયો છે. સદભાવના વૃદ્ધાશ્રમ સાથે મળીને દ્વારકા સોમનાથ કોસ્ટલ હાઇવેની બંને બાજુએ ૪૦ હજાર જેટલા વૃક્ષો વાવવાનું આયોજન છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, આજે દ્વારકાના ગાંધવીમાં દરિયા કિનારે સુંદર સાંસ્કૃતિક વનનું નિર્માણ થયું છે. આટલે દૂર સુંદર વન બની શકે એવી કોઈ  કલ્પના પણ ન  કરી શકે ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ દરેક જિલ્લામાં વન મહોત્સવની ઉજવણી તેમજ સાંસ્કૃતિક નિર્માણનો આગવો વિચાર આપ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણને સાથે રાખીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટની નેમ રાખી છે. “એક પેડ માઁ કે નામ” અભિયાન અંતર્ગત અહીં એક માતૃવન નિર્માણ કરાઈ રહ્યું છે, ત્યારે આજે અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત આસપાસના ગામના લોકો એક એક ઝાડ વાવશે ત્યારે અહીં વિશાળ વન ઊભું થશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રી એ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વન મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક વનોના નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે. જે અંતર્ગત આજે ૨૩મું સંસ્કૃતિક વન હરસિધ્ધિ મંદિર પાસે નિર્માણ પામ્યું છે. દ્વારકાના આંગણે આ બીજું સાંસ્કૃતિક વન છે. અગાઉ દ્વારકા પાસેના જ્યોતિર્લિંગ નાગેશ્વર પાસે નાગેશ સાંસ્કૃતિક વનનું નિર્માણ કરાયું હતું. આવનારી પેઢીનું ભાવિ સ્વસ્થ, સમૃદ્ધ અને સુખી રાખવું હોય તો પર્યાવરણ સંતુલન અને ગ્રીન ગ્રોથ સાથેનો વિકાસ એ જ માત્ર ઉપાય છે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના દિશાનિર્દેશ મુજબ આપણે સાંસ્કૃતિક વનોને ધાર્મિક આસ્થાના તીર્થસ્થળો સાથે જોડ્યા છે અને તીર્થદર્શન સાથે પ્રાકૃતિક પ્રેમને ગુજરાતે મહત્વ આપ્યું છે. સોમનાથ મહાદેવમાં હરિહર વન, દ્વારકામાં નાગેશ્વર ખાતે નાગેશ વન સાથે હવે હરસિધ્ધિ વન તથા સુદામાનગરી પોરબંદરમાં મહાત્મા ગાંધીની જન્મ સ્થળની પ્રવાસન સર્કિટ લોકોને આકર્ષશે. દેશની આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે ત્યારે પર્યાવરણ જતન અને સંવર્ધનની પૌરાણિક સંસ્કૃતિને ઉજાગર કરતો આ ૭૫મો વન મહોત્સવ અમૃત વન મહોત્સવ બનશે.           ૧૫મી ઓગસ્ટ આવી રહી છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન પ્રમાણે “હર ઘર તિરંગા અભિયાન” અંતર્ગત દરેક નાગરિકને પોતાના ઘર પર તિરંગો લહેરાવવાનું આહવાન પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું. રાજ્યના વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી શ્રી મૂળુભાઈ બેરાએ પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના ૭૫મા વન મહોત્સવ પ્રસંગે જિલ્લાને ૨૩મા સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વનની ભેટ મળી છે. આ સ્થળ દર્શનાર્થીઓ માટે એક ઉત્તમ પ્રવાસન સ્થળ બની રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૨૫ કરોડ તેમજ રાજ્ય સરકાર દ્વારા રૂ. ૭.૫ કરોડથી વધુની રકમ હર્ષદ માતાજી મંદિર તેમજ આજુબાજુ વિકાસ માટે મંજૂર કર્યા હોવાની જાહેરાત પણ તેમણે કરી હતી. મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં વૃક્ષોનું પ્રમાણ વધારવા જન ભાગીદારી તેમજ સામાજિક સંસ્થાઓના સંયુક્ત પ્રયાસ અને પ્રોત્સાહિત કરીને વન પેદાશોમાં વધારો કરવા બિન ઉત્પાદક જમીનનો ઉપયોગ કરી વૃક્ષારોપણ થકી આજીવિકાની વિપુલ તકો નિર્માણ કરવા માટે સામાજિક વનીકરણ વિભાગની અનેકવિધ યોજનાઓ અમલી છે.…

    Read More »
  • Read More »
  • વેસુ પોલીસમાં નોંધાયેલા ઠગાઈ કેસમાં આરોપીને સુપ્રિમ કોર્ટમાંથી વચગાળાના આગોતરા જામીન મેળવ્યા હોવા છતાં તેની ધરપકડ કરી સુરતની એડીશ્નલ ચીફ…

    Read More »
  • સીબીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ કરી કે ED અધિકારીની દિલ્હીના લાજપત નગર વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈને ફરિયાદ મળી…

    Read More »
  • લગ્નજીવનમાં ડખા તો સામાન્ય અને તેમાં મોટેભાગે ક્યાંયને ક્યાં શારીરિક સંબંધો ભાગ ભજવી જતાં હોય છે. શારીરિક સંબંધોને કારણે છૂટાછેડાનું…

    Read More »
  • ભારતે અત્યાર સુધી 2-1ની લીડ જાળવી રાખી હતી. ત્રીજા ક્વાર્ટરને સમાપ્ત થવામાં લગભગ 5 મિનિટ બાકી છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર…

    Read More »
  • ઢાકા. બાંગ્લાદેશમાં આજે વચગાળાની સરકાર રચાશે. નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસ વચગાળાની સરકારના વડા તરીકે દેશની બાગડોર સંભાળશે. મુહમ્મદ યુનુસ…

    Read More »
Back to top button
error: Content is protected !!