BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ: લારી ગલ્લા પાથરણાં વાળાઓ માટે કોંગ્રેસના પાલિકાના વિપક્ષ સભ્યોની વૈકલ્પિક જગ્યા ફાળવવા કરવામાં આવી રજુઆત.

સમીર પટેલ, ભરૂચ

ભરૂચમાં છેલ્લા કેટલાક દિવસ થી વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબેશ હેઠળ લારી, ગલ્લા તેમજ પાથરણાં વાળાઓને દૂર કરવામાં આવ્યા છે .જેઓ ધંધા રોજગાર ગુમાવતા પરીવાર નું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. તેઓની સમસ્યા ના નિવારણ માટે આજરોજ નગરપાલિકાના વિપક્ષ ના નેતા સમસાદ અલી સૈયદ સહિતના સભ્યોએ લારી ગલ્લા વાળાઓની સાથે પાલિકા ખાતે ચીફ ઓફિસરને રજુઆત કરી માંગ કરાય હતી કે લારી ગલ્લા ચલાવી , પાથરણા પાથરીને માંડ માંડ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે , જેમના માટે સરકારે નક્કર નીતિ બનાવેલ નથી જેના કારણે ઘણી વખત નગર પાલિકા ના અધિકારીઓ દ્વારા દબાણ હટાવવાની કામગીરીના ભાગરૂપે આ લોકોના લારી ગલ્લા, કેબિન કે પાથરણા જપ્ત કરી લેતા હોય છે.આવા ફેરિયા લારી-ગલ્લા , કેબિન કે પાથરણા વાળા ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો માટે એક નક્કર અને સુગમતા – સરળતા સાથેની વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે.જેથી શેરી ઉપર, રોડ ઉપર લારી – ગલ્લા, કેબિન કે પાથરણા વાળાને એક સુરક્ષિત ભય મુક્ત રોજગાર મળી શકે અને એમને ધંધો રોજગાર કરવા માટેનો કોઈનો પણ ડર કે ભય ન રહે.તેમજ શહેરને ટ્રાફિકની ઝંઝાળ-ઝંઝટમાંથી મુક્તિ મળે..

 

Back to top button
error: Content is protected !!