ARAVALLIGUJARATMODASA

નારી વંદના સપ્તાહ-2025*,*અરવલ્લી જિલ્લામાં મહિલા સુરક્ષા દિવસની ઉજવણી*

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

*નારી વંદના સપ્તાહ-2025*,*અરવલ્લી જિલ્લામાં મહિલા સુરક્ષા દિવસની ઉજવણી*

આજથી શરૂ થતા નારી વંદના સપ્તાહના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના જીતપુર ગામે *મહિલા સુરક્ષા દિવસની ઉજવણી* ઉત્સાહપૂર્વક કરવામાં આવી. આ કાર્યક્રમમાં મહિલાઓની સુરક્ષા, સશક્તિકરણ અને સર્વાંગી વિકાસના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત આર.ડી.ડાભી,Dysp,એ મહિલા સુરક્ષા અને હક્કો અંગે વિગતવાર જાણકારી આપી અને સમાજમાં મહિલાઓની ભૂમિકાને મજબૂત કરવાની જરૂરિયાત પર ચર્ચા કરી.

આ પ્રસંગે આર.ડી.ડાભી દ્વારા જણાવ્યું કે, “મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ એ આધુનિક સમાજનો આધારસ્તંભ છે. રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે 181 હેલ્પલાઇન, સુરક્ષા સેતુ જેવી પહેલો અને અન્ય કાર્યક્રમો ચલાવવામાં આવે છે.” તેમણે મહિલાઓને નિર્ભય રહીને આગળ વધવા અને કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં તાત્કાલિક સહાય માટે પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી.

રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક વિકાસ માટે વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. નારી વંદના સપ્તાહના માધ્યમથી મહિલાઓને સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય જેવા મહત્વના ક્ષેત્રોમાં સશક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં મહિલાઓને તેમના અધિકારો, કાનૂની સુરક્ષા અને સરકારી યોજનાઓના લાભો વિશે માહિતગાર કરવામાં આવ્યા.કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ, સ્થાનિક આગેવાનો અને સરકારી અધિકારીઓએ ભાગ લીધો. આ ઉપરાંત, મહિલાઓને સ્વરોજગાર અને આર્થિક સ્વાવલંબન માટેની યોજનાઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. આવા કાર્યક્રમો દ્વારા રાજ્ય સરકારનો ઉદ્દેશ મહિલાઓને સમાજમાં ગૌરવભેર આગળ વધવા અને સશક્ત નાગરિક તરીકે સ્થાપિત થવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

 

Back to top button
error: Content is protected !!