મમતામંદિરના દિવ્યાંગ વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

19 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
મમતામંદિરના દિવ્યાંગ વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત મમતામંદિરના દિવ્યાંગ વિદ્યાર્થીઓની સંસ્થાઓ આયોજિત સાંસ્કૃતિક અંગોત્સવ કાર્યક્રમ કનુભાઈ મહેતા સાંસ્કૃતિક ભવનમાં યોજાયો હતો. આ કાર્યક્રમ મમતામંદિર સંસ્થાઓના દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. જેમાં ૧૮૦ થી ૨૦૦ જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ૪૫૦ જેટલા વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખુબજ અગત્યનો છે તેનાથી દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં છુપાયેલી શક્તિઓ બહાર લાવે છે અને તેમનામાં સ્ટેજ ફીવર દુર થાય છે અને ખેલદિલીની ભાવના ખીલે છે આત્મવિશ્વાસ વધે છે અને અગત્યનું તો એ છે કે તેમનામાં મોબીલીટીનો વિકાસ થાય છે. આ કાર્યક્રમમાં વિદ્યામંદિર ટ્રસ્ટના કા.નિયામકશ્રી, લોકલ કમિટીના સભ્યો શ્રીમતી અલ્કાબેન શાહ મમતામંદિરના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડો. અતીનભાઈ જોશી, આચાર્યશ્રીઓ, અધિકારીઓ, સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ મમતામંદિરના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડો. અતીનભાઈ જોશીના નેતૃત્વ નીચે સમ્રગ સ્ટાફ પરિવારની અથાગ મહેનતથી સફળતાપૂર્વક સમ્પન્ન થયો હતો











