GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રખડતા ઢોરની નોંધણી, ટેગિંગ તેમજ જાહેર સ્થળો પર ઘાસચારાનું વેચાણ તેમજ ઘાસચારો નાખવા ઉપર પ્રતિબંધ

તા.૧૯/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લાની ગોડલ, જસદણ, જેતપુર નવાગઢ, ધોરાજી, ઉપલેટા અને ભાયાવદર નગરપાલિકા વિસ્તારમાં ઘાસચારા વેચાણ તેમજ પશુઓની નોંધણી અંગે રાજકોટ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી સી.એ. ગાંધી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જે મુજબ પશુઓને જાહેરમાં ઘાસચારો જાહેરમાર્ગ/ફુટપાથ તથા જાહેરસ્થળો ઉપર કોઈપણ વ્યકિત દ્વારા ઘાસચારાનું વેચાણ કરવા તથા જાહેરમાં પશુઓને ઘાસચારો નાખવા તેમજ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. આ સાથે રખડતા ઢોરની નોંધણી તથા ટેગ લગાવવું. જે કામગીરી સંબંધીત નગરપાલિકા દ્વારા કરવાની રહેશે. આ જાહેરનામાનો કોઈપણ ખંડનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તા.૭ નવેમ્બર ૨૦૨૪ સુધી અમલમાં રહેશે.




