RAMESH SAVANI

સરકાર આપણા હિતમાં નીતિઓ બનાવે છે, તે આપણો ભ્રમ છે !

દેશની સર્વોચ્ચ અદાલતે ‘અવતારીસરકારે’ સંસદમાં પસાર કરેલા EB-ઈલેકટોરલ બોન્ડ્સને ગેરબંધારણીય ગણીને અવૈધ જાહેર કરેલ છે.. આટલી મોટી ઘટના બની છતાં ગોદી મીડિયા ચૂપ છે અને ભગતો EBનો બચાવ કરે છે ! લોકશાહી રાજ્યપ્રથાનો કોઈ આધાર સ્તંભ હોય તો તે મુક્ત અને પ્રામાણિક ચૂંટણી પ્રથા છે.
EBને સુપ્રિમકોર્ટમાં ચેલેન્જ કરનાર એસોસિયેટેડ ઓફ ડેમોક્રેટિક સંસ્થા/ સામ્યવાદી પક્ષ/ પબ્લિક ઇન્ટરેસ્ટ લીટિગેશને કરેલ. આ બધાને પુરાવા અને આંકડાકીય માહિતીથી સજ્જ કરવામાં ‘રીપોર્ટર્સ કલેક્ટિવ’ની ટીમનું બહુ મોટું પ્રદાન છે. ફરિયાદીના એડવોકેટ તરીકે પ્રશાંત ભૂષણ, કપિલ સિબ્બલ વગેરે હતા. સુપ્રિમકોર્ચના ચીફ જસ્ટિસ ચંદ્રચુડ સાહેબની આગેવાની હેઠળ પાંચ ન્યાયાધીશોની બેંચે સર્વાનુમત્તે ચુકાદો આપ્યો છે.
મુદ્દો એ હતો કે EB ખરીદનાર ઉદ્યોગ કંપનીઓ અને રાજકીય પક્ષઓની ગોઠવણ છે. કેન્દ્ર સરકારે આ કંપનીઓ પર IT-ઇન્કમટેક્સ/ ED-એન્ફોર્સમેન્ટ સંસ્થા અને CBI-કેન્દ્રીય તપાસ સંસ્થાના દરોડા પડાવીને બોન્ડ્સ ખરીદવા મજબૂર કર્યા છે. ‘દાન આપો અને ધંધો કરો !’ અથવા સરકારી કોન્ટ્રાક્ટ આપીને બોન્ડ્સ ખરીદવા મજબૂર કર્યા છે.નામદાર કોર્ટે સરકારના કૃત્યને સમજાવવા એક લેટિનભાષાનો માર્મિક શબ્દ ‘Pro Bo No’નો ઉપયોગ કર્યો છે.એટલે સરકાર પાસેથી નાણાંકીય ફાયદો લેવા પ્રથમ નાણાં આપો !
EB પાછળ વડાપ્રધાનની દાનત સમજીએ : [1] આ બિલને મની બિલની શ્રેણીમાં મૂકીને પોતાના પક્ષની લોકસભામાં બહુમતી હોવાથી પસાર કરાવી લીધું. જેથી રાજ્યસભામાં પસાર કરવું ન પડે. રાજ્યસભામાં બહુમતી નહીં હોવાથી આ તરકીબ અજમાવી. EBને કોઈ સંબંધ દેશના બજેટ સાથે નથી. [2] ઇન્ડિયન કંપની એક્ટમાં જૂની જોગવાઈ મુજબ ફક્ત સતત ત્રણ વર્ષથી જે કંપની નફો કરતી હોય તે પોતાના નફામાંથી 7% નાણાં જે તે કંપનીની સામાન્યસભાની પૂર્વમંજૂરી લઈને કોઇ રાજકીય પક્ષને ચૂંટણી લડવા નાણાંકીય મદદ કરી શકે ! તેમાં ફેરફાર કરીને કોઈપણ કંપની નફો કરતી હોય કે ખોટ કરતી હોય, સામાન્યસભાની મંજૂરી સિવાય, ગમે તેટલી રકમ દેવું કરીને પણ ઈચ્છે તે રાજકીય પક્ષને આવા બોન્ડ્સ ખરીદીને નાણાકીય મદદ કરી શકે ! [3] રિઝર્વ બેંકના કાયદામાં વિદેશી કંપનીઓનું નાણાકીય મૂડીરોકાણ દેશની અખંડતા અને સાર્વભૌમત્વના સંરક્ષણને ધ્યાનમાં લઈને ક્યારેય ન લેવાય. તે જોગવાઈને પણ રદ કરી દીધી ! દુબઈની શેલ કંપનીઓ,અને પાકિસ્તાન અને ચીનની બેનામી કંપનીઓએ પણ EB ખરીદીને પોતાનું હિત ધરાવતા રાજકીય પક્ષને નાણાં આપેલ છે !
આપણા દેશના ઉધોગ જગતનું કોઈ ક્ષેત્ર બાકી નથી જેને આ EB ખરીદીને રાજકીય પક્ષને આપ્યા ન હોય ! રોડ/ બ્રિજ/ માઇનિંગ/ દવા ઉદ્યોગ/ બાંધકામ/ એનર્જી/ રિયલ એસ્ટેટ વગેરેએ 2019થી શરૂ કરીને ફેબ્રુઆરી 2024 સુધીમાં રુપિયા 12,156 કરોડના બોન્ડ્સ સ્ટેટ બેંકમાંથી ખરીદવામાં આવ્યા છે. તેમાંથી 50% ઉપરના બોન્ડ્સ ફક્ત 20 દાતાઓએ ખરીદેલ છે ! તેમાં વેદાન્તા/ સુનિલ મિત્તલ/ એ. વી. બિરલા/ એસેલ માઇનિંગ/ બજાજ ઓટો/ ડીએલએફ/ રિલાયન્સ ઉદ્યોગની પેટા કંપની વગેરે છે. બીજું ભાજપ સિવાય તૃણમૂલ કોંગ્રેસ-બંગાળ/ ડીએમકે-તામિલનાડુ અને રાષ્ટ્રીય કોંગ્રેસ વગેરેને જે દાન મળેલ છે તે ED/ IT/ CBI નો ઉપયોગ કરીને ‘દાન આપો અને ધંધો કરો !’ના ઓઠા હેઠળ મળેલ નથી.
પરંતુ સરકારી એજન્સીનો ઉપયોગ કરીને અને લાયસન્સ પરમિટ અને ટેન્ડર -કોન્ટ્રાક્ટ આપીને રુપિયા 6,061 કરોડના બોન્ડ્સ ભાજપે ભેગા કર્યા છે તેની યાદી ખૂબ જ મોટી છે. ટોરેન્ટ ફાર્મા ગ્રુપે ગુજરાતમાં 185 કરોડના બોન્ડ્સ ખરીદેલ છે. વૅલસ્પુન ગ્રુપે 50 કરોડ/ વડોદરાની સન ફાર્માએ 31 કરોડ, નિરમાએ 16 કરોડના બોન્ડ ખરીદ્યા હતા. રસ્તાઓ, ટોલનાકાઓ અને ઓવરબ્રિજ બાંધનારી રણજીત કંપનીએ 2023માં 15 કરોડના બોન્ડ્સ ખરીદ્યા હતા. આ કંપનીને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને શહેરના બીઝી ટ્રાફિક જંકશન પર ઓવરબ્રિજ બાંધવા 109 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો છે ! ફ્યુચર ગેમીંગ કંપનીના માલિક સેંટોગો માર્ટિને 2019 થી 2024 દરમિયાન કુલ આશરે 1300 કરોડના બોન્ડ્સ ખરીદ્યા હતા. 2019થી અને 2જી એપ્રિલે 2022 વચ્ચે EDએ 250 કરોડ અને 409 કરોડની મિલ્કતો જપ્ત કરી હતી. 7મી એપ્રિલે સદર કંપનીએ 100 કરોડના બોન્ડ્સ ખરીદ્યા હતા. હૈદરાબાદમાં આવેલ મેઘા એન્જી કંપનીએ પાંચ વર્ષના ગાળામાં 1000 કરોડના બોન્ડ્સ ખરીદ્યા હતા.ઓક્ટોબર 2019ની ITની રેઈડ પછી પહેલીવાર તે કંપનીએ 50 કરોડના બોન્ડ્સ ખરીદ્યા હતા ! વેદાન્તા ગૃપ ચીની નાગરિકોને ગેરકાયદેસર ઘુસાડવાના વિસા – રેકેટમાં પક્ડાએલું હતું. કેન્દ્ર સરકારની ત્રણેય એજન્સીઓ તેની પાછળ પડી ગઈ. 2019થી 2023 સુધીમાં કંપનીએ 376 કરોડના બોન્ડ્સ ખરીદયા હતા ! જિંદાલ સ્ટીલના માલિક પરદેશી હૂંડિયામણની હેરાફેરીમાં પકડાયા હતા. તેણે 123 કરોડ બોન્ડ્સ ખરીદ્યા. સી. આર. રમેશ TDPના MP 100 કરોડના મની લોન્ડરરિંગમાં સંડોવાયેલો. તેણે 45 કરોડ બોન્ડ્સ ખરીદ્યા હતા અને ભાજપમાં જોડાઈ ગયો હતો ! દેશની દવા બનાવતી કંપનીઓ સિપ્લા/ ડૉ રેડ્ડી/ ઇપકા લેબ વગેરેએ 50 કરોડના બોન્ડ ખરીદ્યા હતા. એલમ્બિક ફાર્મા/ એલ્કેમ લેબ/ પિરામલ દરેકે 20 કરોડના બોન્ડ ખરીદ્યા હતા. આ બધી કંપનીઓ GSTની ચોરીમાં સંડોવાયેલી હતી ! પરંતુ ચમત્કારિક રીતે તે બધા GST સામેના કેસમાં જીતી ગયા હતા ! જે નાણાં ટેક્સ રુપે દેશની કચેરીમાં જવાના હતા તે નાણાં EB સ્વરુપે બીજેપીની તિજોરીમાં હસ્તાંતર થઈ ગયા. ! દવા બનાવતી કંપનીઓએ 900 કરોડના EB ખરીદ્યા હતા ! રાજસ્થાન/ મધ્યપ્રદેશ/ છત્તીસગઢ/ તેલંગાણા આ ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં 2000 કરોડ ઉપરાંતના બોન્ડની લે-વેચ થઈ હતી ! 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે લોકસભાની એક બેઠક દીઠ 50 થી 60 કરોડનો ખર્ચ કર્યો હતો. 300 બેઠક મળી. કુલ ખર્ચ કેટલો થયો હશે? તે નાણાં ક્યાંથી આવ્યા હશે? ઉમેદવારનો ખર્ચ તો જુદો !
ઘૂસ આપો અને પોતાના ધંધાને લાભ થાય એવી નીતિઓ ગિફ્ટમાં મેળવો ! સરકાર કંપનીઓના હિતમાં નિર્ણય લે છે. સરકાર આપણા હિતમાં નીતિઓ બનાવે છે, તે આપણો ભ્રમ છે !rs [સૌજન્ય : બિપિન શ્રોફ/ કાર્ટૂન સૌજન્ય : રાકેશ રંજન]

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!