RAMESH SAVANI

તંત્ર સામે અવાજ ઊઠાવવો અને તંત્રની ચાપલૂસી કરવી તેમાં જમીન આસમાનનો ફરક છે !

કેટલાંક મિત્રોની ફરિયાદ છે : [1] સુરતના એક્ટિવિસ્ટ અને એડવોકેટ મેહુલ બોઘરા ફેસબૂકમાં પોતાના ફોલોઅર્સ વધારવા પોલીસની છબિને ખોરી રીતે રજૂ કરે છે. સસ્તી પ્રસિદ્ધિ માટે કરે છે. [2] મેહુલ બોઘરાની રીત ખોટી છે. [3] તે આખા પોલીસ ખાતાને બદનામ કરે છે. બે-ચાર પોલીસના કારણે આખા પોલીસ ડીપાર્ટમેન્ટને બદનામ કરવું તે ખોટી રીત છે. પોલીસમાં લોકહિત ઈચ્છનારા પણ ઘણા અધિકારીઓ/કર્મચારીઓ છે. [4] જો તે જાગૃત નાગરિક હોય અને ખરેખર લોકોનું વિચારતા હોય તો પોલીસ ખાતા કરતા બીજા ખાતાઓમાં વધારે પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે, તેને ખૂલ્લો કરવો જોઈએ. [5] પોલીસની સારી કામગીરી પણ બતાવવી જોઈએ. [6] તેમણે આજ સુધી કોઈ મોટા અધિકારીઓ કે ખરેખર ખરાબ તંત્ર માટે જવાબદાર વ્યક્તિઓને કોઈ સવાલ કર્યા નથી !
થોડી સ્પષ્ટતા કરીએ : [1] માની લઈએ કે મેહુલ બોઘરા સસ્તી પ્રસિદ્ધિ માટે વીડિયો બનાવી ફેસબૂક પર લાઈવ કરે છે. તે માટે વીડિયો ફેસબૂકમાં મૂકે છે. પરંતુ ફોલોઅર્સને પોલીસનો કડવો અનુભવ હોય ત્યારે જ તેમને લોકો સપોર્ટ કરે ને? જો પોલીસે લોકો વિશ્વાસ ઊભો કર્યો હોય તો લોકો જ મેહુલ બોઘરાના વીડિયોનો વિરોધ કરે ! લોકોમાં સમજણ હોય છે. [2] ભ્રષ્ટાચારને ખૂલ્લો કરવાની દરેકની રીત અલગ હોઈ શકે. મેહુલ બોઘરાનો ઈરાદો ખોટો નથી. તંત્ર સામે અવાજ ઊઠાવવો તે સહેલું કામ નથી, તે વાસ્તવિક હિમ્મત માંગી લે છે. બાકી તો વન-વે નો ભંગ કરનારના વીડિયો ઊતારી લોકોને રોકેટ કહીને, તંત્રની ચાપલૂસી કરી પ્રસિદ્ધિ મેળવનારા પણ સુરતમાં છે જ ! તંત્ર સામે અવાજ ઊઠાવવો અને તંત્રની ચાપલૂસી કરવી તેમાં જમીન આસમાનનો ફરક છે ! [3] મેહુલ બોઘરા આખા પોલીસ ખાતાને બદનામ કરે છે, તેમ કહેવું ઉચિત નથી. તેમની લડાઈ ચોક્કસ ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ/ અધિકારીઓ સામે હોય છે. સારી કામગીરી કરનાર પોલીસની તેઓ બદનામી કરતા હોય તેવી એક પણ ઘટના બની નથી. બે-ચાર પોલીસના કારણે આખા પોલીસ ડીપાર્ટમેન્ટને બદનામ કરવું તે ખોટી રીત છે, તે સાચું પરંતુ શું બે-ચાર પોલીસ જ ખરાબ છે? પોલીસ ખરાબ છે તેવું ખુદ IAS/IPS અધિકારીઓ માને છે ! કોઈ પણ IAS/IPS અધિકારી, પોલીસના કામ માટે પોતાની પત્નીને/ દિકરીને એકલા પોલીસ સ્ટેશને કેમ મોકલતા નથી? [4] ‘પોલીસ ખાતા કરતા બીજા ખાતાઓમાં વધારે પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે, તેને ખૂલ્લો કરવો જોઈએ.’ સહમત કે રેવન્યૂ ખાતામાં અને બીજા ખાતાઓમાં વધુ પડતો ભ્રષ્ટાચાર છે. તેને ખૂલ્લો કરવો જ જોઈએ. પરંતુ મેહુલ બોઘરા દરેક ખાતાની પાછળ પડી ન શકે, તેમના સાધનો મર્યાદિત હોય. બીજા લોકોએ આ કામ ઉપાડી લેવું જોઈએ. પરંતુ પોલીસનો ભ્રષ્ટાચાર યથાવત રાખીને બીજા ખાતા સામે મોરચો માંડવાનો કોઈ અર્થ નથી. પોલીસનો ભ્રષ્ટાચાર વધુ જોખમી છે કેમકે તેમાં માનવ-અધિકારનો સૌથી વધુ ભોગ લેવાય છે, તે ભૂલવું જોઈએ નહીં. [5] પોલીસની સારી કામગીરી બતાવવાનું કામ લોકોનું નથી. પોલીસ સારી કામગીરી કરતી હોય તો લોકો આદર આપે જ. સારી કામગીરી પોતે જ પ્રચાર કરતી હોય છે. પોલીસ ખાતાની ઈમેજ વખાણ કરવાથી સારી ન બને. નિષ્ઠાપૂર્વકની કામગીરીથી જ ઈમેજ સારી બને. નેશનલ પોલીસ કમિશ્નના 8 અહેવાલો છે, તે વાંચીએ તો ખબર પડે કે આખું તંત્ર સડી ગયું છે. આમાં થોડાં પ્રામાણિક અધિકારીઓ/ કર્મચારીઓ બહુ ફેરફાર કરી શકતા નથી, કેમકે તંત્રનું સ્વરુપ જ એવું છે !જ્યારે પોલીસની કામગીરી ખલનાયક જેવી હોય ત્યારે તેમની પ્રસંશા કરવાનો કોઈ અર્થ ખરો? પોલીસની છબિ મેહુલ બોઘરા ખરાબ કરતા નથી, વાલજી હડીયા જેવા ક્રિમિનલ પોલીસ કરે છે ! અમેરિકામાં ભાગ્યે જ કોઈ નાગરિકને પોલીસ સામે ફરિયાદ હોય છે; આપણે ત્યાં આ સ્થિતિ ક્યારે નિર્માણ થશે? [6] મેહુલ બોઘરાએ ભલે કોઈ મોટા અધિકારીઓ કે ખરેખર ખરાબ તંત્ર માટે જવાબદાર (રાજકીય) વ્યક્તિઓને સવાલ કર્યા ન હોય. પરંતુ તંત્રનો ભ્રષ્ટાચાર છતો થાય ત્યારે તે માટે જવાબદાર ઉચ્ચ અધિકારીઓ કે મિનિસ્ટરોને બહુ વહમું લાગી જાય છે ! ભ્રષ્ટાચારને ખૂલ્લો કરનાર એક્ટિવિસ્ટોની હત્યાઓ થાય છે/ તેમની વિરુદ્ધ પોલીસ ખોટા કેસો કરી બદનામ કરે છે/ તેમને જાતજાતની અડચણો અને ધમકીઓનો સામનો કરવો પડે છે. પોલીસનો માર ખાવાનો અને તેમણે કરેલ ખોટા કેસનો સામનો પણ કરવાનો ! જેના હૈયામાં ખોટા તંત્ર સામે ધગધગતો લાવા હોય અને ન્યાય માટેનો લગાવ હોય તે વ્યક્તિ જ મેહુલ બોઘરા જેવું સાહસ કરી શકે !
મેહુલ બોઘરાનો આક્રોશ ભ્રષ્ટ તંત્ર સામે/ ભ્રષ્ટ કર્મચારીઓ સામે છે; ન્યાયપ્રિય કર્મચારીઓ/અધિકારીઓ સામે નથી. એટલે જ 25 ફેબ્રુઆરી 2024ના રોજ સુરતમાં તેમના સમર્થનમાં વિશાળ સંખ્યામાં લોકો એકત્ર થયા હતા; એ દર્શાવે છે કે લોકો ભ્રષ્ટ તંત્રથી ત્રાસી ગયા છે ! દરેક શહેરમાં/ દરેક જિલ્લામાં/ દરેક તાલુકામાં એકથી વધુ મેહુલ બોઘરાની જરુર છે !rs

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!