RAMESH SAVANI
જાતિ પૂછનાર ડીગ્રી કેમ પૂછતો નથી?
‘ગોલી મારો સાલે કો’ કહેનાર સંસદસભ્ય અનુરાગ ઠાકુરે 30 જુલાઈ 2024ના રોજ, સંસદમાં રાહુલ ગાંધી માટે કહ્યું કે “જેની જાતિની ખબર નથી તે જાતિ-જનગણનાની વાત કરે છે !”
અનુરાગ ઠાકુર આવું શરમજનક એટલે બોલી શકે કેમકે તેના શરીરમાં ગોડસે જીવતો હોય છે ! વર્ણવાદી/ સામંતવાદી માનસિકતા વાળો ઈસમ (માણસ નહીં) જ આવું બોલી શકે ! શરમજનક બાબત તો એ છે કે ખુદ વડાપ્રધાન સંસદના આ Videoને X પર મૂકી લોકોને જોવાની અપીલ કરે છે !
જ્ઞાતિ/જાતિ પૂછનાર ડીગ્રી કેમ પૂછતો નથી? રાહુલ ગાંધીની જાતિ પૂછનાર મોદીજીની ડીગ્રી પૂછી શકે છે?
વિપક્ષી નેતા રાહુલ ગાંધી, બેરોજગારી/ મોંઘવારી/ અગ્નિવીર/ કિસાનો/ જાતિગત જનગણના વગેરે મુદ્દાઓ અંગે અવાજ બુલંદ કરી વડાપ્રધાનને ચારે બીજુથી ઘેરી રહ્યા છે ત્યારે અનુરાગ ઠાકુરમાં છૂપાયેલો ગોડસે મર્યાદાભંગ કરવા ઝનૂની બની જાય ! રાહુલ ગાંધીની જાતિ જાણવી છે? તો પૂછો રામચેત મોચીને/ શાકભાજી વેચનાર રામેશ્વરને/ નિર્ભયાની માતાને/ હાથરસની બાળાના પરિવારને/ શહીદ અગ્નિવીરોના પરિવારને/ મણિપુરની મહિલાઓને/ રાજકોટ ગેઈમ ઝોનના પીડિત પરિવારોને/ કરોડો દલિતોને/ આદિવાસીઓને/ પછાત સમુદાયોને; જેમના અધિકારોની લડાઈ રાહુલ લડે છે !
આ સંસદમાં બનેલી ઘટના છે, પરંતુ દેશ આખામાં પહેલાં જાતિ પૂછાય છે ! ચેતજો : ગોડસે અને સાવરકરના પગલે RSS ‘હિન્દુરાષ્ટ્ર’ બનાવશે ત્યારે પળે પળે જાતિ પૂછાશે !rs