શિક્ષણ મંત્રી ડૉ.કુબેરભાઇ ડિંડોર દ્વારા નગરના નામાંકિત વ્યક્તિ ડો.ચંદ્રકાંત પડ્યા પરિવાર ની શુભેચ્છા મુલાકાત લીધી.

તારીખ ૨૭/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેરના નામાંકીત વ્યક્તિ અને પંચમહાલ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો પાયો નાખનાર અને પૂર્વ પ્રદેશ સંગઠનના મંત્રી અને પૂર્વ પોલિસ આવાસ નિગમના ચેરમેન ડૉ. ચંદ્રકાન્તભાઈ પંડ્યા અને મહિલા અને બાળવિકાસ નિગમના પૂર્વ ચેરમેન મીનાક્ષીબેન પંડ્યા સાથે તેઓના પરિવાર ની શુભેચ્છા મુલાકાત લઈ તેઓના આશીર્વાદ લેવામાં આવ્યા હતા. ઉપરાંત ડોક્ટર પરાગભાઇ પડ્યા ભાજપના કન્વીનર મધ્યગુજરાત ડો સેલ આઇટી એસએમ સાથે સશક્ત રાષ્ટ્ર ઘળતર સંબંધિત વિચારવિમર્શ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ કાલોલ નગરપાલિકા ખાતે બેઠક યોજી પ્રજાના પળતર પ્રશ્નોના નિરાકરણ માટે માટે સભા યોજવામાં આવી તથા કાલોલ નગરપાલિકાના બાકી રહેલા કામોના રીવ્યુ લઈ કેબિનેટ મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોર વીર બાળ દિવસની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત કાલોલ તાલુકાના બેઢિયા ગામ ખાતે રવાના થયા હતા.







