ARAVALLIGUJARATMODASA

મોડાસામાં કચ્છી પટેલના પરિવારે 95 વર્ષીય વૃદ્ધ માતાનું દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજમાં કર્યું દેહદાન: સફળ દેહદાન અન્યો માટે પ્રેરણાદાયી*

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

*મોડાસામાં કચ્છી પટેલના પરિવારે 95 વર્ષીય વૃદ્ધ માતાનું દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજમાં કર્યું દેહદાન: સફળ દેહદાન અન્યો માટે પ્રેરણાદાયી*

મૂળ વાવકંપાના અને હાલ મોડાસાના ફોરમસિટીના નિવાસી 97 વર્ષીય ભાણીબેન મેઘજીભાઈ પટેલ..મૃતક માતાના ત્રણ પુત્રો સુરેશભાઈ પોકાર,નવનીતભાઈ પોકાર,મુકુંદભાઈના પરિવારના ઉચ્ચ વિચારોથી દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજના વિધાર્થીઓના શિક્ષણ માટે માતાના પાર્થિવ દેહનું દેહદાન કર્યું હતું.દેહ દાન એટલે મૃત્યુ બાદ અપાતું દેહનું દાન,બધા દાનોમાં દેહ દાન એ સર્વોતમ ગણાય છે.પણ ધાર્મિક પરંપરા અને સામાજિક લાગણીને લઈને ગુજરાતમાં મૃત્યુ બાદ દેહદાનની ઘટના સરળતાથી જોવા નથી મળતી. હિન્દુ ધર્મમાં દેહાંત બાદ વિધિવત અંતિમ સંસ્કારનું મહત્વનું સ્થાન હોવાથી મોટાભાગે લોકો દેહદાન માટે અચકાતા હોય છે, ત્યારે મૂળ વાવ કંપાના વતની અને વર્ષોથી મોડાસામાં સ્થાયી થયેલા અક્ષર નિવાસી થયેલ ભાણીબેન પટેલના દેહનું દાન તેમના ત્રણ પુત્રો,પુત્રવધૂઓના સંકલ્પ મુજબ અને જાયન્ટસ ગ્રુપ મોડાસાના સહયોગથી દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજમાં પરિવારની સદ્દભાવના સાથે પવિત્ર શ્રાવણ માસમાં દેહ અર્પણ કરીને સમાજ સેવાનું ઉમદા ઉદાહરણ અને પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.આ દેહદાન થકી તબીબી અભ્યાસ કરી રહેલા મેડિકલના છાત્રો શરીરરચના સંબંધિત તબીબીક્ષેત્રનું જ્ઞાન પ્રાપ્ત કરી શકશે.

મોડાસા કચ્છી સમાજના પોકાર પરિવારના ત્રણ પુત્રોએ માતાના દેહાંત બાદ દેહદાન કરવાના લીધેલ સંકલ્પ બાદ પરિજનો,સમાજ તેમજ જાયન્ટસ મોડાસાના નિલેશ જોશી સહિત કાર્યકરોની ઉપસ્થિતિમાં ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદ ખાતે દેહ અર્પણ કરતા અન્ય સમાજ માટે નવો રાહ ચીંધ્યો હતી.અને આ દેહદાનથી મેડિકલના વિદ્યાર્થીઓ માટે મનુષ્યના દેહની માહિતી ,શરીરના અવયવો, રચના વિશેના મેડિકલ અભ્યાસ માટે ઉપયોગી બની રહેશે ત્યારે મોડાસાના ફોરમસીટીના ભાણીબેન પોકારના પાર્થિવ દેહ દાનથી આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બન્યું હતુ.અને દેહદાનથી સમાજમાં માનવતાનું દીપ પ્રગટાવીને કચ્છી પરિવારના પુત્રોએ દેહ દાન…મહાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું.

 

Check Also
Close
Back to top button
error: Content is protected !!