MORBI:મોરબીમાં ધરમપુર રોડ ઉપર ડીમોલેશન : બાવીસ જેટલા મકાનો અને દુકાનો તોડી પડાયા!
MORBI:મોરબીમાં ધરમપુર રોડ ઉપર ડીમોલેશન : બાવીસ જેટલા મકાનો અને દુકાનો તોડી પડાયા!
રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી

મોરબી જિલ્લા પંચાયત નાં
માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા ધરમપુર રોડને અડીને ખડકાયેલા દબાણો સામે આકરી કાર્યવાહી કરીને દબાણો દૂર કરાવ્યાં છે તેમજ હજુ આગામી દિવસોમાં લખધીરપુર રોડ, ઘૂંટુ રોડ અને લીલાપર રોડ ઉપર રોડ ઉપર નાં દબાણ દૂર કરવામાં આવશે.
મોરબીમાં આજે તંત્ર દ્વારા ધરમપુર રોડ ઉપર ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં રોડને અડીને આવેલા અંદાજે બાવીસ જેટલા મકાનો અને દુકાનોનો કડુસલો બોલાવીને દબાણ દૂર કરવા મા આવ્યું છે. જેથી આગામી દિવસોમાં આ રોડ પહોળો કરવાની કામગીરી સરળતાથી થઈ શકે.

આ મામલે મોરબી માર્ગ અને મકાન (પંચાયત) વિભાગના અધિકારી દિવ્યેશ બાવરવા જણાવ્યા અનુસાર ધરમપુર રોડ ઉપર લાભનગર સોસાયટી સામે રોડને અડીને દબાણ કરનારા આસામીઓને તારીખ ૧૩ નાં રોજ નોટિસ આપવામાં આવી હતી. તેઓને સાત દિવસમાં આધાર પુરાવા રજૂ કરવા જણાવાયુ હતું. પણ કોઈ આધારપુરાવા રજુ ન થતા આજે ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જેમાં ૧૮ થી ૨૦ જેટલા પાકા મકાનો તેમજ ૪ થી ૫ ફેબ્રિક્શનથી થયેલા કોમર્શિયલ દબાણો જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા છે. ત્યારે હવે આગામી દિવસોમાં પણ આવી જ રીતે લખધીરપુર રોડ, ઘૂંટુ રોડ, લીલાપર રોડ ઉપર ડીમોલેશનની કાર્યવાહી કરવામાં આવશે તેવું દિવ્યેશ બાવરવા એ જણાવ્યું હતું









