BANASKANTHAPALANPUR

બોરસદ ખાતે દશનામ ગોસ્વામી સમાજ બેઠક યોજાઈ

6 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
બોરસદ ખાતે દશનામ ગોસ્વામી સમાજ બેઠક યોજાઈ ગુજરાત ના તમામ દશનામ ગોસ્વામી સમાજ ના સંગઠન દ્વારા કાયૅરત આણંદ જિલ્લા બોરસદ ખાતે સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ પ્રદેશ મહામંત્રી હેમંત ગીરી ગોસ્વામી (ખંભાત) ની અધ્યક્ષ સ્થાને ગતરોજ બેઠક યોજાઈ હતી. જેમાં બોરસદ તાલુકા ગોસ્વામી સમાજ કારોબારીની રચના કરવામાં આવી હતી. બેઠક માં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતુ‌. વિશેષ માં બોરસદ તાલુકા ગોસ્વામી સમાજના અધ્યક્ષ પદે શૈલેષ ગીરી ગોસ્વામી, પ્રમુખ જલ્પેશગીરી ગોસ્વામી, મહામંત્રી મહેશ ગીરી ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. બેઠક ના પ્રારંભ માં જમ્મુ કાશ્મીરના પહેલગામે આંતકી હુમલો ના દિવંગતો ને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ

Back to top button
error: Content is protected !!