જુનાગઢ મહાનગર પાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ધાર્મિક સ્થાનો તેમજ હેરિટેજ સ્થળો ખાતે સફાઈ કરાય
જુનાગઢ મહાનગર પાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરના ૧ થી ૧૫ વોર્ડમાં આવતા ધાર્મિક સ્થાનો ભવનાથ મંદિર તેમજ હેરિટેજ સ્થળો ખાતે સફાઈ અભિયાન …
હેરિટેજ સ્થળો જેવાકે, ઉપરકોટ ફોર્ટ,મહોબત મકબરા,મજેવડી ગેટ,ખાપરા કોઢિયા ગુફા પાસે સફાઈ અભિયાન…
આજરોજ જૂનાગઢ મહાનગર પાલિકાના કમિશનર શ્રી ડૉ.ઓમ પ્રકાશ સાહેબ અને નાયબ કમિશનરશ્રી ઝાપડા સાહેબના માર્ગદર્શન અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટશ્રીની સૂચના અનુસાર જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા તા:૦૧/૦૬/૨૦૨૪ થી તા:૧૫/૦૬/૨૦૨૪ સુધી "નિર્મળ ગુજરાત ૨.o અંતર્ગત જૂનાગઢ શહેરમાં સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવેલ હોય તે મુજબ આજરોજ
તા:૦૧/૦૬/૨૦૨૪ના રોજ જૂનાગઢ શહેરના ૧ થી ૧૫ વોર્ડમાં આવતા ધાર્મિક સ્થાનો ભવનાથ મંદિર તેમજ હેરિટેજ સ્થળો પાસે સફાઈ અભિયાન કરવામાં આવ્યું તેમજ હેરિટેજ સ્થળો જેવાકે, ઉપરકોટ ફોર્ટ,મહોબત મકબરા,મજેવડી ગેટ,ખાપરા કોઢિયા ગુફા પાસે સફાઈ અભિયાન કરવામાં આવ્યું. આ અભિયાનમાં સેનેટરી ઇન્સપેકટર અને સુપર વાઈઝર તેમજ ૧૦૦ જેટલા સફાઈ કામદાર,બે ટ્રેકટરની મદદથી સફાઈ કરવામાં આવી અને કચરો આશરે ૬-ટન અને સી એન્ડ ડી વેસ્ટ ૨-ટન જેટલો નિકાલ કરવામાં આવ્યો.







