GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

કેન્સર-પરંપરાગત સારવાર અસરકારક??

let’s હોપ પ્રયોગ થાય સફળ

જામનગર

સંકલન-ભરત જી.ભોગાયતા

આજે જયારે કેન્સર જેવા અસાધ્ય રોગ ની દવા સામે વિશ્વ ઝઝૂમી રહ્યું છે ત્યારે તિબેટ ના લ્હાસા માં આવેલ તિબેટ મેડિકલ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, લ્હાસા – તિબેટ દ્વારા આયુર્વેદિક અને નેચરોપથી ના મિશ્રણ થી એક એવી ઔષધિ ની શોધ કરી છે કે જે કેન્સર જેવા રોગ માટે રામબાણ ઉપાય થઈ.
આ દવા ના પ્રયોગ માટે મૂળ વતન મહુવા – જિલ્લો ભાવનગર અને હાલ માં છેલ્લા ત્રીસ વર્ષ થી વડોદરા શહેર માં અલકાપુરી માં રહેતા તથા પ્રોજેક્ટ ફાઇનાન્સ ના ક્ષેત્ર સાથે સંકળાયેલા શ્રી ધર્મેશ દોશી ની પસંદગી એક સબજેક્ટ (માનવ પરીક્ષણ અંતર્ગત) તરીકે કરવા માં આવેલ.
શ્રી ધર્મેશ દોશી છેલ્લા દસ વર્ષ થી બ્રેઈન કેન્સર થી પીડાતા હતા અને એન્ટિબાયોટિક ના રેગ્યુલર સેવન થી તેમ ની બંને કિડની ની કાર્યક્ષમતા લગભગ પુરી થઈ ગઈ હતી. તે ઉપરાંત તેમની ઓપ્ટિકલ નર્વ્સ ઉપર પણ કેન્સર ના કારણે અસર થતા બંને આંખે લગભગ છેલ્લા બે વર્ષ થી દેખાતું બંધ થઈ ગયું હતું.
આ પરીક્ષણ ના પ્રથમ તબક્કા માં શ્રી ધર્મેશ દોશી ને સળંગ ૭૨ કલાક માટે શોધ કરાયેલ દવા એપ્લાય કરવા માં આવી.
તિબેટ મેડિકલ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ના ડૉક્ટર ના કહેવા મુજબ જો દવા નું પરીક્ષણ સફળ થશે તો જે ક્રમાંક માં શરીર ના અવયવો ઉપર અસર થઈ હતી તે જ ક્રમાંક માં રિવર્સ અસર થશે. શોધેલ દવા ના ૭૨ કલાક ના પરીક્ષણ બાદ શ્રી ધર્મેશ દોશી ને લગભગ ૪૦ પ્રતિષત આંખો ની દ્રષ્ટિ પાછી આવી છે અને શોધાયેલ દવા નું સફળ પ્રરીક્ષણ થયું છે.
શ્રી ધર્મેશ દોશી એ જણાવ્યું છે કે આ પ્રયોગ ના પરીક્ષણ દરમ્યાન ૭૨ કલાક કાંઈ પણ ખાવા ની કે પીવા ની રજા હોતી નથી. ૭૨ કલાક સતત ખાધા પીધા વગર જ રહેવા નું હોઈ છે. હું વૈષ્ણવ હોવા છતાં મેં કરેલા જૈન ધર્મ ના ઉપવાસ ની તપસ્ચર્યા ના કારણે હું સફળ થયો છું અને આ માટે હું મારા પત્નિ ક્રિષ્ના જે જૈન છે તેનો તથા અકોટા દેરાસર ના ટ્રસ્ટીઓ નો ખૂબ જ આભાર માનું છું.
આ પ્રથમ પ્રયોગ ના સફળ પરીક્ષણ બાદ બીજા ચરણ શ્રી ધર્મેશ દોશી ને લગભગ ૧૨ દિવસ માટે બોલાવશે અને તે પ્રયોગ લગભગ સળંગ ૧૫૦ કલાક માટે કરવા માં આવશે. ઇન્સ્ટિટ્યૂટ ના કહેવા મુજબ બીજા ચરણ ના પ્રયોગ પછી બંને આંખ પુરેપુરી સારી થઈ જશે અને બંને કિડની માં પણ ઘણોજ સુધારો જોવા મળશે.
ઇન્સ્ટિટ્યૂટ માંથી જણાવેલ છે કે શોધયેલ દવા ની પેટેન્ટ નોંધાયા પછી જ તેની માહિતી આપવા માં આવશે.
અત્યારે તો આપણે શોધયેલ દવા સફળ થાય અને શ્રી ધર્મેશ દોશી ઉપર કરેલ માનવ પરીક્ષણ સફળ થાય તેવી પ્રભુ ને પ્રાર્થના અને શુભેચ્છા .

હાલના યુગના પડકારજનક જુદા જુદા કેન્સર સામે અસરકારક સારવાર અંગે જિજ્ઞાસાભરી મીટ અંગેની આ બાબત અભ્યાસુ અને ચિંતક આશિષ ખારોડએ ઉજાગર કરી છે

___________________

—-regards

bharat g.bhogayata

Journalist ( gov.accre.)

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)

Journalist ( gov.accre.)

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!