ARAVALLIBHILODAGUJARAT

ભિલોડામાં યુવાનની ચપ્પુ વડે હત્યા: ટાકાટૂકા ગામના યુવક નિસર્ગ પટેલે દર્શન પટેલ પર કર્યો ઘાતકી હુમલો, યુવકનું મોત :ધોલવાણી ખાતે નો બનાવ 

ભિલોડા શહેરના નારસોલી રોડ પર આવેલી અન્નપૂર્ણા સોસાયટીમાં રહેતા 25 વર્ષીય યુવક દર્શન પટેલની ઘાતકી હત્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

અરવલ્લી

અહેવાલ

આ ઘટના ધોલવાણી ત્રણ રસ્તા નજીક બની હતી, જ્યાં ટાકાટૂકા ગામનો રહેવાસી નિસર્ગ હીતેશભાઇ પટેલે દર્શન પટેલ પર ચપ્પુ વડે આકરી માથાકૂટ કરી હતી. ચપ્પાના ઘા, કાનની નીચે, ઝીંકાતા દર્શનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.જેને લઇ વિસ્તારમાં ચકચારી ઘટના સામે આવી છે મૃતકના પિતા મનહરભાઇ તુલસીભાઈ પટેલે ભિલોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ નિસર્ગ પટેલે દર્શન સાથે કોઈક અણબનાવના કારણે ચપ્પુ વડે ડાબા કાનની નીચે ગળાના ભાગે તેમજ ડાબા હાથે કોણી પાસે તથા કોણી ની ઉપર ઉપર તથા બરાડા ના ભાગે તથા બંને પગના પંજા પર ચપ્પુ વડે ઘાતકી હુમલો કરી ઈજાઓ પોંહચાડી મોત નીપજાવેલ .પોલીસે તાત્કાલિક બનાવસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો અને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે

મૃતક અને આરોપી અંગે વિગતો:

મૃતક દર્શનભાઇ મનહરભાઇ પટેલ

ઉ.વ. 25, રહેવાસી: મકાન નં. ૫૩, અન્નપૂર્ણા સોસાયટી, નારસોલી રોડ, ભિલોડા

મૂળ નિવાસી: ચોપલાનાર, હિંમતનગર

આરોપી નું નામ : નિસર્ગ હીતેશભાઇ પટેલ રહેવાસી: પટેલ ફળીયું, તાકાટૂકા ગામ, તાલુકો ભિલોડા

હત્યાની પાછળનું સાચું કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું, હાલ ઓપીને પોલીસ દ્વારા આઉન્ડઅપ કરી હત્યાં નું ચોક્સ કારણ જાણવા પ્રયાસ ચાલીરહ્યા છે. શહેરમાં આ બનાવને લઈને લોકોઆ વચ્ચે ભારે ચકચાર જોવા મળી રહી છે.

Back to top button
error: Content is protected !!