AHAVADANG

Dang: લીંગા ગામે દીકરા સાથે થયેલ ઝઘડાની અદાવત રાખી 56 વર્ષીય માતાને માર મારવમાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં લીંગા ગામે દીકરા સાથે થયેલ બોલાચાલીની અદાવત રાખી માતાને માર મારવામાં આવ્યો,લિંગા ગામનાં માજી સરપંચ અને પુત્ર સામે સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ..

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં લીંગા ગામ ખાતે અગાઉ થયેલ બોલાચાલી અંગેની અદાવત રાખી બે શખ્સોએ 56 વર્ષીય મહિલાને કુહાડીના દંડા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ સમગ્ર મામલો સાપુતારા પોલીસ મથકે પહોંચ્યો હતો અને આ બંને શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં લિંગા ગામ ખાતે રહેતા સારીબેન શુકર્યાભાઈ પવાર (ઉ. વ.56)નાં દીકરા સાથે તેમના જ ગામમાં રહેતા માજી સરપંચ સોમનભાઈ ફુલસિંગભાઈ સૂર્યવંશી અને તેનો પુત્ર સુશીલભાઈ સોમભાઈ સૂર્યવંશી વચ્ચે અગાઉ કોઈક બાબતે બોલાચાલી થઈ હતી.જે બાબતનું મન દુઃખ રાખી માજી સરપંચ સોમનભાઈ સૂર્યવંશી અને તેનો પુત્ર સુશીલ ભાઈ સૂર્યવંશી એમ બંને ઈસમો સારીબેન શુકર્યાભાઈ પવારનાં ઘરે આવ્યા હતા.અને ઘરે આવી તેણીને અશ્લીલ ગાળો બોલતા હોય જેથી મહિલાએ અશ્લીલ ગાળો બોલવાની ના પાડતા અહી માજી સરપંચ સોમનભાઈ સૂર્યવંશીએ ઉશ્કેરાઈ જઈ મહિલા સારીબેનને પકડી રાખી હતી અને તેની સાથે આવેલ પુત્ર સુશીલભાઈ સૂર્યવંશીએ તેમને કુહાડીના દંડા વડે ડાબા હાથમાં ફટકો મારી તથા ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી.અહી મહિલાને માર મારવામાં આવતા ઇજાગ્રસ્ત બનતા તેમને તાત્કાલિક ધોરણે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે બનાવને લઈને મહિલા સારીબેન શુકર્યાભાઈ પવારે આરોપી માજી સરપંચ સોમનભાઈ સૂર્યવંશી અને પુત્ર સુશીલભાઈ સૂર્યવંશી વિરુદ્ધ સાપુતારા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.એન.ઝેડ.ભોયાએ આ બન્ને શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધત્તા  આગળની કાર્યવાહી પી.એસ.આઈ.પી.બી.ચુડાસમાએ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!