ડેડીયાપાડા સાગબારા નેશનલ હાઈવે ઉપર કણબીપીઠા માચ ચોકડી વચ્ચે રોડની સાઈડ ન મળતા કન્ટેનર પલ્ટી ખાઈ ગયું

ડેડીયાપાડા સાગબારા નેશનલ હાઈવે ઉપર કણબીપીઠા માચ ચોકડી વચ્ચે રોડની સાઈડ ન મળતા કન્ટેનર પલ્ટી ખાઈ ગયું

 

કન્ટેનરમાં ભરેલ સુઝુકી કંપનીની સાત જેટલી લક્ઝુરિયસ કારોને ભારે નુકસાન થયું

 

 

તાહિર મેમણ : ડેડીયાપાડા – 05/09/2023 – ડેડીયાપાડા સાગબારા નેશનલ હાઇવે બે વાત માટે પ્રખ્યાત છે, એક તો બિસ્માર રસ્તા માટે અને બીજું રસ્તાના કારણે થતા અકસ્માત માટે.ત્યારે અકસ્માત નો એક બનાવ ગઈકાલે જ બનવા પામ્યો જેમાં કાર ભરેલ કન્ટેનર પલ્ટી ખાઇ જતા કારોને નુકસાન થવા પામ્યું છે. જયારે કોઈ જાનહાની થવા પામી નથી.

મળતી માહિતી મુજબ ડેડીયાપાડા સાગબારા નેશનલ હાઇવે ચોમાસામાં વરસાદના કારણે ખુબજ બિસ્માર બન્યો છે ત્યારે બિસ્માર રસ્તાના કારણે કણબીપીઠા માચ ચોકડી વચ્ચે ગઈકાલે એક સુઝુકી કંપની ની હાઈફાઈ કારો ભરેલ કન્ટેનર રસ્તાની સાઈડ ન મળવાના કારણે પલ્ટી ખાઈ જતા સાત જેટલી કારોને નુકસાન થવા પામ્યું છે.ત્યારે કહેવાય છે કે આ લક્ઝુરીયસ કાર ભરેલ કન્ટેનર સાગબારા તરફ જઈ રહ્યું હતું ત્યારે કણબીપીઠા માચ ચોકડી વચ્ચે નો ઢાળ ઉતરી રહ્યું હતું ત્યારે સામેથી ઓવરટેક કરીને એક ટ્રક આવી જતા કન્ટેનર ને રસ્તાની સાઈડ ન મળતા કન્ટેનર પલ્ટી ખાઈ ગયું હતું. જેમાં ભરેલ સુઝુકી કંપની ની સાત જેટલી કારોને ભારે નુકસાન થયું છે.આમ નેશનલ હાઇવેના અધિકારીઓના પ્રતાપે કન્ટેનર ચાલક ભોગ બન્યો છે. આદિવાસી વિસ્તારમાં નેશનલ હાઇવેના અધિકારીઓ પૂરતું ધ્યાન કેન્દ્રિત કરતા ન હોવાના કારણે અહીં ખાડાઓ પુરવામાં પણ મોટાપાયે ભ્રષ્ટાચાર કરાઈ રહ્યો છે.

સ્થાનિક ધારાસભ્ય દ્વારા જાતે ખાડાઓ પુરી કુંભકર્ણ ની નીંદર માણતા અધિકારીઓ સહિત સરકારને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ લાગે છે કે નેશનલ હાઇવે ઓથરિટી ધારાસભ્ય ના આંદોલન પણ ગણકારતી નથી એમ લાગી રહ્યું છે,ખાડાઓ પુરવામાં ભારે ગોબાચારી કરવામાં આવી રહી હોવા છતા અધિકારીઓને અહીં આવી પ્રત્યક્ષ કામગીરી નજરે નિહાળવા માટે સમય નથી એમ લાગે છે.ત્યારે આદિવાસી વિસ્તારોમાં થતા કામો સાવ તકલાદી જ કરવામાં આવતા હોવાનું કેટલાક જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!