ભિલોડા : દારૂની ગાડીઓ હેરાફેરી થવાનો મામલો, તપાસ જિલ્લા ASP ને સોપાઈ, 6 દિવસ પહેલા જિલ્લા કલેક્ટર અને મેજીસ્ટ્રેટને આપવામાં આવી હતી અરજી
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
ભિલોડા : દારૂની ગાડીઓ હેરાફેરી થવાનો મામલો, તપાસ જિલ્લા ASP ને સોપાઈ, 6 દિવસ પહેલા જિલ્લા કલેક્ટર અને મેજીસ્ટ્રેટને આપવામાં આવી હતી અરજી
ભિલોડા અને રાજસ્થાનની હદ ઝાંઝરી, કુંડોલપાલ વિસ્તારમા વિપુલ પ્રમાણમાં દારૂની ગાડીઓ ની હેરાફેરી થતી હોવાના આક્ષેપો સાથે કલેકટરને અરજી આપવામાં આવી હતી અને અરજીને લઇ હાલ તો તપાસ સોપાવામાં આવેલ છે અરવલ્લી જિલ્લો રાજેસ્થાન ની સરહદે આવેલ જિલ્લો છે જ્યાં મોટા ભાગે કેટલેક અંશે દારૂની હેરાફેરી થતી હોય છે જેને લઇ પોલિસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે અને કેટલીક વાર પોલિસ દ્વારા દારૂની હેરાફેરી ને અટકાવવામાં પણ આવે છે અને દારૂ પણ ઝડપાય છે દારૂનો વેપલો અટકાવવા પોલિસ ખડેપગે પણ રહે છે પરંતુ કેટલીક વાર મિલી ભગતે લઇ દારૂની હેરાફેળી ને લઇ અવનવી ચર્ચાઓ ચાલતી હોય છે. ત્યારે દારૂનું દુષણ અટકાવવા માટે અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસ સમિતિ દ્વારા અરજી આપવામાં આવી હતી ભિલોડા અને રાજેસ્થાન ની હદમાંથી દરરોજ દારૂભરીને ગાડીઓ કાઢવામાં આવતી હોવાના આક્ષેપો સાથે આવેદન પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો બીજી બાજુ આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર હાલ ભિલોડા પોલીસ સ્ટેશનમાં આશરે ત્રણ મહિનાથી ફરજ બજાવતા ભિલોડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.પી.પી.ડાભી તેમજ અન્ય બે(૨) પોલીસ કર્મી (ડી સ્ટાફ) ફરજ બજાવતા નામે રાજેન્દ્રભાઈ કાન્તિભાઈ, નરેન્દ્રસિંહ દિપસિંહ જેઓ પોતાની સફેદ કલરની નંબર પ્લેટ વગરની અલ્ટો ગાડી લઈને આ દારૂ ભરેલ ગાડીઓનું પેટ્રોલીંગ કરી ભિલોડા અને સાબરકાંઠા હદ વિસ્તાર પસાર કરવામાં મદદરૂપ થાય છે તેવા આક્ષેપો સાથે જિલ્લા કલેક્ટને અરજી કરી હતી જે બાબતે હવે અરજી ની તપાસ જિલ્લા ASP ને સોપવામાં આવી છે.જિલ્લા પોલિસ વડા શૈફાલી બરવાલના જણાવ્યા અનુસાર હાલ આ બાબતે તપાસ ASP ને સોપાવામાં આવી છે આ બાબતે તપાસમાં કઈ નીકળશે તો યોગ્ય કાર્યવાહી કરવામા આવશે તેમ ટેલિફોનિક માહિતી આપી હતી. હવે જોવાનું એ રહ્યું કે યોગ્ય તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવામાં તે જરૂરી છે બીજી બાજુ ભિલોડા વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી થતી હોય તેવા દ્રશ્યો પણ સર્જાય હતા જેમાં થોડા દિવસ અગાઉ પણ બાઈક પર દારૂ લઇ જતા ઈસમે અકસ્માત સર્જયો હતો અને ખેડૂત પુત્ર ઘાયલ થયો હતો.ત્યારે આ બધી બાબતો ને ધ્યાનમાં લઇ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે