BHILODA

ભિલોડાના ધંધાસણમાં આદિવાસી ચિંતન શિબિર યોજાઈ ગુજરાત,રાજસ્થાન, મધ્યપ્રદેશના હજારો લોકો ઉપસ્થિત રહ્યા 

અરવલ્લી

અહેવાલ હિતેન્દ્ર પટેલ

ભિલોડાના ધંધાસણમાં આદિવાસી ચિંતન શિબિર યોજાઈ ગુજરાત,રાજસ્થાન, મધ્યપ્રદેશના હજારો લોકો ઉપસ્થિત રહ્યા

 

અરવલ્લી જિલ્લાના ભીલોડા ખાતે આવેલ ધંધાસણ ખાતે આદિવાસી ચિંતન શિબિર યોજાઈ ગઈ જેમા ત્રણ રાજ્યના લોકો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત,રાજસ્થાન,મધ્યપ્રદેશના હજારો આદિવાસી લોકો આ ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા ખાસ ચિંતન શિબિરમાં મુખ્ય મહેમાન તરીકે ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા જેમનું ઢોલ નગારા વગાડી સ્વાગત કરવામાં આવ્યું હતું ચિંતન શિબિરનો મુખ્ય હેતુ આદિવાસી સમાજના લોકોના કેટલાય મુદ્દાઓ જેમકે યુસીસીની કમિટી ગેરબંધારણીય હોવાથી વિરોધ,યુસીસી લાગુ કરવાની સત્તા ગુજરાત માં નથી તેમ ચૈતર વસાવાએ જણાવ્યું હતું બીજી બાજુ આદિવાસી સમાજનો બેકલોગ ભરવાની માગ કરતો ઠરાવ તેમજ નર્મદાનું પાણી આદિવાસી લોકોને મળે તેની માંગ વધુમાં આદિવાસી સમાજ તરીકે ખોટા જાતિના પ્રમાણપત્રનો વિરોધ સહિત આદિવાસી સમાજના વર્ષો જુના પ્રશ્નોને લઈ ચિંતન શિબિરમાં વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી ચિંતન શિબિરમાં ત્રણ રાજ્યના વિવિધ આદિવાસી ભાઈઓ તેમજ બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!