MORBI:મોરબી રાજપર ચોકડી પાસે કાર ચાલકે સફાઈ કામદાર મહિલાને હડફેટે લીધી, પોલીસ ફરિયાદ નોંધાઈ




MORBI:મોરબી રાજપર ચોકડી પાસે કાર ચાલકે સફાઈ કામદાર મહિલાને હડફેટે લીધી, પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબી: શહેરના રાજપર ચોકડીથી ઘુનડા રોડ તરફ જવાના વણાંક પર પુરપાટ ઝડપે આવતી એક કારે સફાઈ કરી રહેલા મહિલા કામદારને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં મહિલાને શરીરે ઈજાઓ પહોંચતા, તેમણે કાર ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, મોરબીના જેલચોક સામે આવેલ દલિતવાસમાં રહેતા અને સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા સંગીતાબેન કાનજીભાઈ ઝાલા રાજપર ચોકડીથી ઘુનડા રોડ તરફના રસ્તા પર સફાઈ કરી રહ્યા હતા. આ દરમિયાન આરોપી દિલીપભાઈ પોતાની અલ્ટ્રો ગાડી (નંબર: GJ-36-F-9655) લઈને ફૂલ સ્પીડમાં આવી રહ્યા હતા. વણાંક પાસે ચાલકે ગફલતભરી રીતે ગાડી ચલાવી સંગીતાબેનને હડફેટે લીધા હતા.આ અકસ્માતમાં સંગીતાબેનને શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે સંગીતાબેને મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી કાર ચાલક દિલીપભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
નોંધ: પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.



