ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા ઈકાઇ સત્ય વિચાર ન્યુઝ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ માઈક્રોફિક્શન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું*

*ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા ઈકાઇ સત્ય વિચાર ન્યુઝ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ માઈક્રોફિક્શન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું*
તાહિર મેમણ – આણંદ 07/08/2024- 6 ઓગસ્ટ 2024 ના 15 ઓગસ્ટ વિષય પર માઈક્રોફિક્શન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ 31 બાળ સાહિત્યિક કારોએ ભાગ લીધો હતો. તેનું પરિણામ આજ રોજ 7 ઓગસ્ટ 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. સાંજે 6 વાગ્યે શબ્દ મર્યાદા 150 થી 250 હતી. તેના માનમાં સન્માન સમારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં કુલ 37 બાળ સાહિત્યકારો એ ભાગ લીધો હતો, મુખ્ય મહેમાન તરીકે કે. વી શર્મા આંધ્રપ્રદેશથી સંસ્કાર સમાચારના તંત્રી ઉપસ્થિત રહ્યા હતા, સરસ્વતી વંદના મધુરી જાની દ્વારા મહેમાનનો પરિચય સંસ્થાના પ્રમુખ ડો. શૈલેષ વાણિયા ‘શૈલ’ દ્વારા. બાપોદરા દિલીપ દેવશીભાઈ પ્રથમ ક્રમાંક, ઓડેદરા જય જગુભાઈ (પોરબંદર) બીજો ક્રમાંક, કેશવાલા સેજલ અરજનભાઈ, તૃતિય ક્રમાંક નિર્ણાયકની ભૂમિકા કિરણ ચોનકર દિવાની એ નિભાવી હતી. રાષ્ટ્રગાન પ્રીતિ પરમાર ‘પ્રીત’ દ્વારા રજૂ કરવામાં આવ્યુ હતું. જશુબેન ચૌધરી, કોકિલાબેન રાજગોર, હર્ષાબેન પઢિયાર નો આભાર નિલેશ રાઠોડ ‘નીલ’ દ્વારા ભારત માતા કી જય નાદ સાથે છુટા પડ્યા હતાં.
				




