હેવાનોએ હદ વટાવી સગર્ભા બકરી પર 3 લોકોનું સામૂહિક દુષ્કર્મ

બિહારમાં હેવાનોએ હદ વટાવી છે. લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. બકરી પર 3 લોકોએ સામૂહિક બળાત્કાર કર્યો છે જ્યારે બકરી લોહીથી લથપથ ચીસો પાડી જેને લઇ બદમાશો ભાગ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ બકરી ગર્ભવતી હતી અને એક પછી એક ત્રણ યુવકો દ્વારા બળાત્કાર ગુજારવાને કારણે તે લોહીલુહાણ થઇ ગઇ હતી. બકરીની ચીસો સાંભળીને આસપાસના લોકો ત્યાં પહોંચી ગયા હતા. જોકે 2 આરોપીઓ નાસી ગયા હતા.
બિહારમાં એક બકરી પર ક્રૂરતાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના વૈશાલી જિલ્લામાં બની હતી. અહીં ગર્ભવતી બકરી સાથે કેટલાક લોકોએ સામૂહિક બળાત્કાર કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઘટના દરમિયાન બકરીની ચીસોનો અવાજ સાંભળીને લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. જો કે આ દરમિયાન કેટલાક આરોપીઓ નાસી જવામાં પણ સફળ રહ્યા હતા.
કેટલાક મીડિયા અહેવાલો અનુસાર આ ગુનેગારોએ કદમ ચોક પાસે એક બકરી પર ગેંગરેપ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ બકરી ગર્ભવતી હતી અને એક પછી એક બળાત્કારને કારણે તે લોહીલુહાણ થઈ ગઈ હતી. જ્યારે આસપાસના લોકોએ બકરીની ચીસો સાંભળી તો આરોપી ત્યાંથી ભાગવા લાગ્યો. વિસ્તારના લોકોએ ત્યાં એક આરોપીને પકડી લીધો હતો જ્યારે અન્ય બે આરોપીઓ ભાગવામાં સફળ થયા હતા.
લોકોએ પકડાયેલા આરોપીઓને ખુરશી સાથે બાંધી દીધા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ આરોપીએ તેનું નામ સોનુ કુમાર હોવાનું જણાવ્યું છે. રિપોર્ટ અનુસાર સોનુએ જણાવ્યું કે તેણે અને તેના બે સાથીઓએ ટાડી પીધી હતી અને પછી નશામાં તેણે આ ઘૃણાસ્પદ ઘટનાને અંજામ આપ્યો હતો. ધમાલ મચાવ્યા બાદ તેના બે સાથી ભાગી ગયા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સોનુએ તેના એક મિત્રનું નામ અવિનાશ જણાવ્યું છે.
આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા લોકોએ એક આરોપીને પકડીને પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આરોપી સોનુને પોલીસ સ્ટેશન લઈ આવી. પોલીસે સોનુની પૂછપરછ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું છે કે હજુ સુધી બકરીના માલિક તરફથી સામૂહિક બળાત્કાર અંગે કોઈ ફરિયાદ મળી નથી અને ફરિયાદ મળશે તો આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.




