BUSINESS

એચસીએલ ટેક્નોલોજીનો નફો ફ્લેટ, શેરદીઠ રૂ.૧૨નું ડિવિડન્ડ જાહેર…!!

આઈટી સેક્ટરની અગ્રણી કંપની એચસીએલ ટેક્નોલોજીના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો સ્થિર રહ્યાં છે. કંપનીનો નેટ પ્રોફિટ રૂ.૪૨૩૫ કરોડ રહ્યો છે, જે ગયા ક્વાર્ટર એટલે કે જૂન ક્વાર્ટરની તુલનામાં ૧૦.૨%નો વધારો દર્શાવે છે. હાંલકે, વર્ષ દરમિયાન સરખામણી કરીએ તો નફામાં મોટો ફેરફાર નોંધાયો નથી. કંપનીના બોર્ડે રોકાણકારોને ખુશ કરવા માટે શેરદીઠ રૂ.૧૨નું ઇન્ટરિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે.

આવકના દ્રષ્ટિકોણથી, એચસીએલ ટેક્નોલોજીઝનું કુલ રેવન્યૂ ૧૦.૬%ના ઉછાળા સાથે રૂ.૩૧૯૭૨ કરોડ થયું છે, જે ગત વર્ષે આ જ સમયગાળામાં રૂ.૨૮૮૬૨ કરોડ હતું. કંપનીએ ચાલુ નાણાકીય વર્ષ માટે આવક વૃદ્ધિનું માર્ગદર્શન ૩ થી ૫% વચ્ચે જાળવી રાખ્યું છે. સર્વિસીઝ બિઝનેસમાં સારા પરિણામો નોંધાતા કંપનીએ આ ક્ષેત્ર માટે આવક વૃદ્ધિનો અંદાજ વધારીને ૪ થી ૫% કર્યો છે. ડિજિટલ આવકમાં પણ મજબૂત ૧૫%નો ઉછાળો જોવા મળ્યો છે અને હવે તે કંપનીના કુલ સર્વિસીઝ બિઝનેસમાં ૪૨%નું યોગદાન આપે છે.

કંપનીના મેનેજમેન્ટનું કહેવું છે કે ડિજિટલ, ક્લાઉડ અને એન્જિનિયરિંગ સર્વિસીઝ જેવા ઉચ્ચ વૃદ્ધિ ધરાવતા ક્ષેત્રોમાં મજબૂત માંગ ચાલુ રહે છે. આ સાથે, એચસીએલ ટેક્નોલોજીઝે જણાવ્યું છે કે તે તેની લાંબા ગાળાની વૃદ્ધિની દિશા અને નફાકારકતા બંને જાળવી રાખવા પ્રતિબદ્ધ છે. વિશ્લેષકોનું માનવું છે કે તાજેતરના ક્વાર્ટરનાં ફ્લેટ પરિણામો છતાં એચસીએલ ટેક્નોલોજીઝનું સર્વિસીઝ સેગમેન્ટ મજબૂત વૃદ્ધિના પથ પર છે અને આગામી ત્રિમાસિકોમાં ડિજિટલ બિઝનેસ વધુ વેગ મેળવવાની શક્યતા છે.

Back to top button
error: Content is protected !!