
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
ભિલોડામાં ફરજ દરમિયાન ફોરેસ્ટ કર્મચારીનો આપઘાત..!! આપઘાત નુ કારણ અકબંધ
ભિલોડાના ધોલવાણી ગામ પાસે આવેલી નર્સરીમાં ચકચારી ઘટના બની હતી જેમાં ફોરેસ્ટ ચોકીદારનો ગળે ફાંસો ખાધેલી હાલતમા મૃતદેહ મળી આવ્યો હતો મળતી માહિતી મુજબ ફરજ દરમિયાન મોડીરાત્રે નર્સરીમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી આ ઘટના ધોલવાણી ગામ પાસે આવેલી નર્સરીમાં બની હતી ફોરેસ્ટ ચોકીદાર ધુળાભાઈ તરારે નર્સરીમાં જ ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈને આપઘાત કરતા અનેક તર્કવિતર્ક સર્જાયા હતા ઘટનાની જાણ રાત્રિ દરમિયાન થતા આસ પાસ ઘટનાં સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા આપઘાતનું કારણ હાલ અકબંધ છે સમગ્ર ઘટના ને લઈ ભિલોડા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી




