INTERNATIONAL

Earthquake : ફરી પાછું ભૂકંપથી હચમચી ઉઠ્યું અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાનમાં ફરી ભૂકંપ(earthquake)ના આંચકા અનુભવાયા હતા. અફઘાન ન્યૂઝ ચેનલ ટોલો ન્યૂઝના સમાચાર અનુસાર હેરાતમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. ગયા અઠવાડિયે પણ હેરાત પ્રાંતમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં 2500 લોકોએ જીવ ગુમાવ્યા હતા. યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) એ જણાવ્યું કે હેરાત શહેર નજીક 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ભૂકંપનું કેન્દ્રબિંદુ 6.3 કિલોમીટરની ઊંડાઈએ હતું. USGS એ તેના અહેવાલમાં જણાવ્યું છે કે તાજેતરના ભૂકંપનું કેન્દ્ર ઈરાની સરહદ નજીક અફઘાનિસ્તાનના ત્રીજા સૌથી મોટા શહેર હેરાતથી 30 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં હતું. અફઘાનિસ્તાનમાં ઘણીવાર ભૂકંપ આવે છે, મુખ્યત્વે હિંદુ કુશ પર્વતમાળાના વિસ્તારમાં. આ પ્રદેશ યુરેશિયન અને ભારતીય ટેક્ટોનિક પ્લેટોના જંકશન પર આવેલો છે. અગાઉના ભૂકંપમાં મૃત્યુ પામનારાઓમાં 90 ટકાથી વધુ મહિલાઓ અને બાળકો હતા.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!