PANCHMAHALSHEHERA

કાંકણપુર આર્ટસ અને કોમર્સ કોલેજમાં સી.ડબ્લ્યુ.ડી. સી વિભાગ દ્વારા એક દિવસીય પરિસંવાદ કાર્યક્રમ યોજાયો

કાંકણપુર આર્ટસ અને કોમર્સ કોલેજમાં સી.ડબ્લ્યુ.ડી. સી વિભાગ દ્વારા એક દિવસીય પરિસંવાદ કાર્યક્રમ યોજાયો.

 

ગોધરા તાલુકાના કાંકણપુર ખાતે આવેલ શ્રી જે.એલ.કે.આર્ટ્સ અને શ્રીમતી એસ.એચ

ગાર્ડી કોલેજ ખાતે કોલેજના આચાર્યશ્રી ડૉ. જે.એન શાસ્ત્રી સાહેબના માર્ગદર્શન હેઠળ સી.ડબ્લ્યૂ.ડી.સી વિભાગ દ્વારા એક દિવસીય પરિસવાંદ કાર્યક્રમ યોજાયો હતો . આ કાર્યક્રમમાં આજની નારી સમસ્યાઓ અને સમાધાન વિષય ઉપર હતો.આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી શરૂ કરવામાં આવી હતી.ત્યાર બાદ આવેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કોલેજના આચાર્યશ્રી ડૉ. જે.એન.શાસ્ત્રી સાહેબે કર્યું હતું.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સોનલબેન પંડ્યા અને લીપાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહેમાનોનો પરિચય રુચા ઉપાધ્યાય અને ભાવિનીબેન ચૌહાણે કરાવ્યો હતો.આ કાર્યક્રમમાં 150થી વધારે વિદ્યાર્થીનિઓ ઉત્સાહભેર હાજર રહી હતી. તેમને આ કાર્યક્રમમાં નારીઓને પડતી મુશ્કેલીઓ તેમજ કોઈ બનાવ કે ઘટના બને તો તેને ડર્યા વગર તેનો કઈ રીતે સામનો કરવો ?તમને કાયદકીય તેમજ હેલ્પલાઇન નંબર શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ શારીરિક, જાતીય, માનસિક કે આર્થિક કોઇપણ બાબતમા સતામણી, હિંસા કે અન્યાય બાબતે. સ્ત્રી ભ્રુણ હત્યા, સાયબર ગુનાઓ, લગ્ન જીવન અને અન્ય સંબંધોના વિખવાદો, તેમજ કાનૂની જોગવાઇઓની પ્રાથમિક માહિતી ઉપરાંત અન્ય પ્રકારની મુસીબતમાંથી રેસ્ક્યુ કરીને સલામત કરવાનો છે. આ સેવાના માધ્યમથી મહિલાને તાત્કાલિક બચાવ, મદદ ફોન પર માર્ગદર્શન તેમજ લાંબા અને ટૂંકાગાળાના કાઉન્સેલિંગ જેવી સેવા થકી હકારાત્મક રીતે મહિલાઓની જે તે સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે છે.જેવી વગેરેની વિસ્તુત માહિતી આપવામાં આવી હતી.ત્યાર બાદ વિદ્યાર્થીનિઓ ને તેમની મુંજવણ અંગે પ્રશ્નો પુછીને સવાલ જવાબ કર્યા હતા.કાર્યક્રમના પ્રારંભમાં કોલેજના આચાર્યશ્રી ડૉ. જે.એન શાસ્ત્રી,કોલજના વડા ડૉ. જગદીશભાઈ પટેલ, એન.એસ.એસ વિભાગના પ્રોગ્રામ ઓફીસર ડૉ. મહેશભાઈ રાઠવા સહિત કોલેજના તમામ અધ્યાપકો હાજર રહ્યા.આ કાર્યક્રમનું આયોજન સી.ડબ્લ્યુ. ડી.સીંના કન્વીનર ડૉ. ઉષાબેન પટેલે કરી હતી.અને તેની આભાર વિધિ ભાવીનીબેન ચૌહાણે કરી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!