NATIONAL

સરકારે 196 જેટલા રોગની સારવાર આયુષ્યમાન કાર્ડમાથી હટાવી લીધી

લોકો સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપે તે માટે સરકારે આયુષ્માન ભારત યોજના શરૂ કરી છે. 2018 માં શરૂ થયેલી આ અદ્ભુત યોજના હેઠળ, અનેક રોગોની મફતમાં સારવાર કરવામાં આવે છે. આ કાર્ડધારકોમાં બાળકોથી લઈને વડીલો સુધીના દરેકને 5 લાખ રૂપિયા સુધીના સ્વાસ્થ્ય વીમા લાભો મેળવવાની તક મળે છે. સરકારે તાજેતરમાં એક યાદી બહાર પાડી છે. આ લિસ્ટમાં તેમણે જણાવ્યું છે કે આયુષ્માન ભારત યોજના હેઠળ કઇ બીમારીઓ આવરી લેવામાં નથી આવતી તે જાણીએ.

આયુષ્માન ભારત યોજનામાં મોટા ફેરફારો સાથે, હવે આ યોજના હેઠળ 1760 રોગોની સારવાર થતી. પરંતુ નવા નિર્ણય સાથે સરકારે આમાંથી મેલેરિયા, મોતિયા, સર્જિકલ ડિલિવરી, નસબંધી અને ગેંગરીન જેવા 196 રોગોને આ લીસ્ટમાંથી હટાવી દીધા છે. જેની લોકો પર ઊંડી અસર પડી છે. મતલબ કે હવે લોકોને આ રોગોની સારવાર સરકારી હોસ્પિટલોમાં જ લેવી પડશે, જેના કારણે ઘણા લોકોની પ્રાથમિકતા વધી ગઈ છે. પહેલા ઘણા લોકો ખાનગી હોસ્પિટલોમાં જતા હતા કારણ કે ત્યાં સુવિધાઓ વધુ હતી, પરંતુ આ નિર્ણયથી તેમને સરકારી હોસ્પિટલો તરફ વળવાની ફરજ પડી રહી છે.

આર્થિક રીતે નબળા અને ગરીબ નાગરિકો માટે બનેલી આ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ છે. PM-JAY યોજના ચલાવતા રાજ્યોમાં, તેનો લાભ મેળવનાર લોકોની પસંદગી પ્રક્રિયા SECC 2011ના આધારે કરવામાં આવે છે. તમે ઓનલાઈન ચેક કરી શકો છો કે તમે આ યોજનાના લાભાર્થી છો કે નહીં.

યોજના માટે પાત્રતા કેમ ચકાસવી?

  • તમારે નજીકના અટલ સેવા કેન્દ્ર અથવા જન સેવા કેન્દ્રની મુલાકાત લેવી પડશે, અથવા તમે PMJAY ની https://pmjay.gov.in/ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો
  • ત્યાં તમારે ‘Am I Eligible’ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ, તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને OTP જનરેટ કરવો પડશે
  • હવે, તમે તમારું રાજ્ય, નામ, ફોન નંબર અને રેશન કાર્ડ નંબર એન્ટર કરીને તમારી યોજના માટેની પાત્રતા ચકાસી શકો છો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!