AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

12 વર્ષની વિદ્યાર્થિનીને મેસેજ કરી બીભત્સ માંગણી કરતો શિક્ષક

મદાવાદમાં ફરી એક વાર ગુરૂ શિષ્યનાં સંબંધોને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. શહેરનાં થલતેજ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠીત ઈન્સ્ટીટ્યૂટનાં શિક્ષકે ધોરણ-7માં અભ્યાસ કરતી 12 વર્ષની વિદ્યાર્થિનીને સોશિયલ મીડિયામાં મેસેજ કરી બિભત્સ માંગણી કરતા આ અંગે મણીનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદનાં મણીનગર પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાઈ છે. થલતેજ વિસ્તારમાં ગુરુદ્વારા પાછળના ભાગે આવેલી જાણીતી ઈન્સ્ટીટ્યૂટમાં 12 વર્ષની સગીરા ટ્યૂશનમાં અભ્યાસ કરે છે. 25મી જૂન 2023 થી લઈને 10મી જુલાઈ 2023 સુધી વિદ્યાર્થીનીને શિક્ષક શ્રેય મિસ્ત્રીએ સોશિયલ મીડિયામાં મેસેજ કર્યા હતા.જેમાં પહેલા સગીરા સારી લાગે છે તેવા મેસેજ કરીને બાદમાં સગીરા પાસે બિભત્સ ફોટાની માંગ કરી હતી અને એટલે ન અટકી લંપટ શિક્ષકે સગીરાને બિભત્સ ફોટા નહી મોકલે તો અને તેની વાતો નહી માને તો ફેલ કરી દઈશ તેવી રીતે ડરાવી ધમકાવી હતી.

આરોપીએ સગીરાને પાસ કરાવી દેવાની વાત કરીને અઘટીત માંગણીઓ કરતા સગીરાએ કંટાળીને આ મામલે પરિવાજનોને જાણ કરી હતી.આ મામલે મણીનગર પોલીસ સ્ટેશનમાં 26 વર્ષીય શ્રેય મીસ્ત્રી સામે પોક્સો તેમજ છેડતીની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

પકડાયેલો આરોપી IIT કેરલમાં પસંદ થયો હોય તેવો ખુલાસો થયો છે. આ મામલે ઝડપાયેલા આરોપીએ અન્ય કોઈ સગીરા પાસે આવી માંગણી કરી છે કે હેરાન કરી છે કે કેમ તે અંગે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરાઈ છે. આરોપી દ્વારા મોકલવામાં આવેલા મેસેજને લઈને પણ તપાસ હાથ ધરાઈ છે. આરોપી ભણેલો છે અને છેલ્લાં એક વર્ષથી આ ઈન્સ્ટીટ્યૂટમાં નોકરી કરે છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!