NARMADA

તિલકવાડા તાલુકામાં આંખોની બીમારીના કેસો ઝડપથી વધી રહ્યા : ઇન્ફેક્શનથી બચવા સાવચેતી રાખવા માટે તાલુકા હેલ્થ ઓફિસરે આપી માહિતી

તિલકવાડા તાલુકામાં આંખોની બીમારીના કેસો ઝડપથી વધી રહ્યા : ઇન્ફેક્શનથી બચવા સાવચેતી રાખવા માટે તાલુકા હેલ્થ ઓફિસરે આપી માહિતી

રિપોર્ટર વસિમ મેમણ : તિલકવાડા

પ્રાપ્ત વિગત અનુસાર હાલ છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર ગુજરાતમાં આંખોની બીમારીઓ ફેલાઈ રહી છે આ બીમારી ચેપી હોય જેના કારણે ઝડપથી વધી રહી છે ખાસ કરીને નાના બાળકોમાં આ બીમારી ઝડપી ફેલાય છે આ બીમારી હવે તિલકવાડા તાલુકામાં પણ ધીમે ધીમે પ્રસરી રહી છે છેલ્લા એક અઠવાડિયામાં અંદાજિત 83 થી વધુ બાળકોમાં આ બીમારી દેખાય છે અને છેલ્લા 24 કલાકમાં 40 જેટલા દર્દીઓ તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નોંધાયા છે આ બીમારી બહુ ગંભીર નથી પરંતુ ચેપી રોગ હોવાને કારણે આ બીમારી ઝડપથી ફેલાઈ રહી છે કેટલાક સામાન્ય ઉપાય કરવાથી આ બીમારીથી આસાનીથી બચી શકાય છે

તિલકવાડા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સુબોધ કુમારે સાથે વાત કરતા તેમને આ બીમારી થી બચવા માટે કેટલાય ઉપાય વિશે માહિતી આપતા જણાવ્યું કે હાલ છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતભરમાં આંખોની બીમારીઓ ફેલાઈ રહી છે આ બીમારી એક ચેપી બીમારી છે પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી આ બીમારીમાં લોકોની આંખ લાલ થઈ જાય છે આંખોમાં બળતરા થાય છે તો આંખોમાંથી પાણી નીકળવુ તે આ બીમારીના લક્ષણો છે આ વધી રહેલી બીમારીને રોકવા માટે તિલકવાડા આરોગ્ય વિભાગ દ્વારા ટીમો બનાવીને સર્વે કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને તાલુકા ની વિવિધ શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓનિ ચકાસણી કરવામાં આવી રહી છે. જો કોઈ વિદ્યાર્થી માં આ બીમારીના લક્ષણો જણાઈ તો તાત્કાલિક તેને સારવાર આપવામાં આવે છે આ બીમારી બહુ ગંભીર નથી પરંતુ આ બીમારી ચેપી હોવાને કારણે ઝડપથી ફેલાઈ રહી છે આનાથી બચવા માટે કેટલાક ઉપાયો જરૂરી છે જેવા કે આંખોમાં ઠંડા પાણીની છાલક મારવી / વધારે ભીડ વારા વિસ્તારમાં જવું નહીં / મોઢું ધોયા પછી એકબીજાનો રૂમાલ વાપરવો નહીં / જેવા સામાન્ય ઉપાય કરવાથી આ બીમારીથિ બચી શકાય છે આ વધી રહેલી બીમારીને રોકવા માટે તિલકવાડા આરોગ્ય વિભાગ તરફથી પણ રાત દિવસ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!