GUJARATMORBIMORBI CITY / TALUKO

Morbi ઝૂંપટપટ્ટીના બાળકોને પતંગ-દોરા સાથે ઉત્તરાયણની ખુશી આપી એ ખુશીની પોતે અનુભૂતિ કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ

Morbi ઝૂંપટપટ્ટીના બાળકોને પતંગ-દોરા સાથે ઉત્તરાયણની ખુશી આપી એ ખુશીની પોતે અનુભૂતિ કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ

“લૂંટવાનો નહિ લૂંટાવવાનો આનંદ” મેળવાનો નહિ આપવાનો આનંદ એમ બીજાની ખુશીમાં જ આપણી ખુશી હોવાના ભારતીય સંસ્કૃતિના મૂળ મૂલ્યોને ઉજાગર કર્યા મોરબીમાં સમાજસેવાથી રાષ્ટ્ભાવનાને સદાય જાગૃત કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા છેલ્લા 14 વર્ષથી બીજા એટલે અભાવોથી પીડાતા બાળકોને ઉત્તરાયણ પર્વની ખુશી આપી અને એ બાળકોની ખુશી જોઈને પોતે પણ આત્મીયતાથી ખુશી મહેસુસ કરવાના ભારતીય સંસ્કૃતિનો મૂળ મૂલ્યોને જીવંત રાખી આજે પણ ઉતરાયણની પૂર્વ સંધ્યાએ શહેરના ઝૂંપટપટ્ટીના સામાન્ય વર્ગના બાળકોને પતંગ-દોરાનું વિતરણ કરી “લૂંટવાનો નહિ લૂંટાવવાનો આનંદ” મેળવાનો નહિ આપવાનો આનંદ આપીને ઉતરાયણના પર્વની સાચી ઉજવણીને દીપાવી હતી.

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, ”અગર ઘર સે મસ્જિદ હો બહુત દૂર, તો ક્યુ ના એસા કિયા જાયે કે એક રોતે હુવે બચ્ચે કો હસાયા જાયે” ખુદાની સાચી બંદગી માત્ર મસ્જિદમાં કે મંદિરમાં જવાથી નથી થતી, કોઈ દુઃખી માણસની તકલીફને સમજી તેને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે અને તેનું દુઃખ દૂર કરવામાં આવે એમાં પણ ભગવાન અને ખુદા રાજી થાય છે. જનસેવા એજ સાચી પ્રભુ સેવા છે અને જેટલી થાય એટલી સેવા કરવી જોઈએ. આ ભાવનાને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા હંમેશા સાર્થક કરવાનો પ્રયાશ કર્યો છે. એટલે જ આજે ઉતરાયણના આગલા દિવસે દાનધર્મના મહિમાને ચરિતાર્થ કરતા અને બાળભાષામાં કહું તો “લૂંટવાનો નહિ લૂંટાવવાનો આનંદ” મેળવાનો નહિ આપવાનો આનંદ આપી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ઉતરાયણ નિમિતે ઝુપડપટ્ટી અને પછાત વિસ્તારમાં નાના બાળકોને શુદ્ધ ઘીના બનાવટના અડદિયા અને મીઠાઈનું તથા પતંગ અને ફીરકી (દોરા)નું વિતરણ કરીને પૃથ્વી પરના ઈશ્વરને રાજી કરવાનો પ્રયાસ કર્યો છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!