BHARUCHGUJARATNETRANG

ભાજપમાં જ રહેલા પોતાના વિરોધીઓને સાંસદે તેમની ફરિયાદ કરવા પૃથ્વી લોક શું ચંદ્રલોક પર પણ જવા ફરમાન કરી દીધું.

 

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૧૨/૦૯/૨૦૨૩

 

*નેત્રંગ ખાતે થી કેટલા તક સાધુ નેતાઓને પણ સાંસદે આડે હાથે લીધા હતા.*

 

નેત્રંગ સ્વામિનારાયણ મંદિરના હોલમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સભા યોજી લાંબા ભાષણ કરી ચાર વિરોધીઓ અને તેમની ટીમને પોતાનો અંગત લાભ મેળવી ભાજપના ભાગલા પાડનાર ગણાવ્યા હતા.

 

ભરૂચ જિલ્લા ભાજપમાં હવે લોકસભાની ચૂંટણી ટાણે સાંસદ સામે બે ધારાસભ્યો, નર્મદા જિલ્લા પ્રમુખ અને તેમની આણી મંડળીની લડતનું રાજકારણ ચરમસીમાએ પોહચી ગયા છે.

નેત્રંગ ખાતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ યોજેલી સભામાં પણ ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, ઝઘડિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈની તમામ પોલ ખોલી હતી.

 

છોટુભાઈ વસાવા પણ રીતેશ, પ્રકાશ એન્ડ કંપનીથી દુઃખી હોય હવે આ લોકો ભાજપના ભાગલા પાડવા આવ્યા હોવાનું અને હવે બાપ બનવા માંગતા હોવાનું નિવેદન આપ્યું હતું.

સાંસદ પોતે મંત્રી પદથી ઉતર્યા બાદ તેમના એકાઉન્ટમાં રૂ.૭૦૦ હતા અને આજે પ્રકાશ દેસાઈ, રીતેશ વસાવા, ઘનશ્યામ પટેલ, દર્શનાબેન પાસે શું છે તે જોઈ લો કહી, હું ઈંટનો જવાબ પથ્થરથી આપવા ટેવાયેલો હોવાનું કહ્યું હતું.

 

મને જો છંછેડવાનો પ્રયત્ન કર્યો તો હું બધાના થિકરા સાફ કરી નાખીશ કહી. આ લોકસભા તો હું રમતા રમતા જીતવાનો છું. પ્રદેશમાં અને દિલ્હીમાં તેઓ સામે ષડયંત્ર રચતા વિરોધીઓને તેમના મોઢામાં આંગળા ન નાખવા તાકીદ કરી હતી.

 

મનસુખ વસાવાનો અવાજ એટલે ગરીબોનો અવાજ, ૬ ટર્મથી પાર્ટી પણ જાણે છે. સુતેલા સિંહને ન છંછેડવા અને પોતે જુના રાજના વાઘ હોવાનું પણ સભામાં કહી નાખ્યું હતું. ઝઘડિયા ધારાસભ્ય તેમજ પ્રકાશ દેસાઈને તો મોટા કોંઢ ઉંદર કહી તેઓ ભાજપમાં બાકોરા પાડવાનું કામ કરી રહ્યાં હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

 

અંતમાં ભરૂચ સાંસદે કહ્યું હતું કે, આજે સભામાં નીડરો આવ્યા છે પણ ડરપોક નથી આવ્યા. તાલુકા અને જિલ્લા પંચાયતોમાં ભાજપની વિચારધારાને વરેલો જ વ્યક્તિ આવે તેવો આગ્રહ અંતે તેમણે વ્યક્ત કર્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!