NATIONAL

અતીક-અશરફના મોત સહિત 183 એન્કાઉન્ટરની તપાસ કરાવવા SCમાં અરજી

ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) એ કહ્યું હતું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની સરકારના છ વર્ષમાં 183 ગુનેગારો એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. જેમાં અસદ અને તેના પાર્ટનરનો સમાવેશ થાય છે. માફિયા Atique Ahmed અને તેના ભાઈ અશરફના પોલીસ કસ્ટડી હત્યા સહિત 183 એન્કાઉન્ટરની તપાસ માટે વકીલે SCમાં અરજી દાખલ કરી છે.

નોંધનીય છે કે, યુપીના પ્રયાગરાજમાં માફિયા-નેતા અતીક અને તેના ભાઈ અશરફની હોસ્પિટલ લઈએ જતા પોલીસ અને મીડિયાની હાજરીમાં હત્યા કરી દેવામાં આવી હતી. આ કસ્ટોડીયલ હત્યાના સંદર્ભમાં રવિવારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં હત્યાકાંડની તપાસ માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં સ્વતંત્ર નિષ્ણાત સમિતિની રચનાની માંગ કરવામાં આવી હતી. એડવોકેટ વિશાલ તિવારીએ દાખલ કરેલી અરજીમાં 2017થી ઉત્તર પ્રદેશમાં થયેલા 183 એન્કાઉન્ટરોની તપાસની પણ માંગ કરવામાં આવી છે. અતીકની હત્યાનો ઉલ્લેખ કરતા અરજીમાં કહેવામાં આવ્યું છે કે પોલીસની આવી કાર્યવાહી લોકશાહી અને કાયદાના શાસન માટે ગંભીર ખતરો છે.

Back to top button
error: Content is protected !!