JUNAGADH
પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના કામગીરી સમીક્ષા બેઠક યોજાઈ
જૂનાગઢ તા.૨૫ જુલાઇ, ૨૦૨૪ (ગુરુવાર) જૂનાગઢ જિલ્લા નિવાસી અધિક કલેકટર શ્રી એન.એફ.ચૌધરીના અધ્યક્ષ સ્થાને પીએમ આદર્શ ગ્રામ યોજના કામગીરીની સમીક્ષા બેઠક…
જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની સૂચનાઃ વરસાદ વિરામ થતાં સમગ્ર જિલ્લામાં સાફ-સફાઈની સઘન કામગીરી
જૂનાગઢ તા.૨૫ જુલાઇ, ૨૦૨૪(ગુરુવાર) જૂનાગઢ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી અવિરત વરસાદ હોવાને કારણે અનેક જગ્યાએ પાણી ભરાવા, કાદવ કીચડની સમસ્યાઓ, મચ્છરજન્ય રોગનો ફેલાવા…
જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના ૧૧૦ મોડલ ફાર્મ : પ્રાકૃતિક કૃષિના નવા ૧૩૦ ફાર્મ બનાવવામાં આવશે
મોડલ ફાર્મના માધ્યમથી પ્રાકૃતિક કૃષિના પ્રત્યક્ષ લાભોની મળે છે જાણકારી : ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશેના મૂંઝવતા પ્રશ્નોનું પણ થતું સમાધાન…
ખરીફ ઋતુ-૨૦૨૪માં એગ્રી સ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં “ડિજિટલ ક્રોપ સર્વે” અમલી
જૂનાગઢ તા.૨૫ જુલાઇ, ૨૦૨૪(ગુરુવાર) ડિજિટલ એગ્રીકલ્ચરના ભાગરુપે ભારત સરકાર દ્વારા એગ્રી સ્ટેક પ્રોજેક્ટ અમલી છે. ભારત સરકારની સૂચના અનુસાર ખરીફ-૨૦૨૪ થી એગ્રી…
કેશોદમાં આવેલ કારગીલ ના શહીદ સ્મારક પાસેના દબાણો દુર કરવા રજુઆત. ભારત કારગિલ વિજય દિવસ ની કરી રહ્યું છે ઉજવણી ત્યારે કેશોદ નગરપાલિકા શહીદ સ્મારક ની શોભા વધારશે ખરી…!
વર્ષ 1999માં થયેલી ભારત-પાકિસ્તાન વચ્ચેની કારગીલ લડાઈમાં જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કોયલાણા ગામના સૈનિક હરેન્દ્રગીરી ગૌસ્વામી માતૃભૂમિની રક્ષા કરતા કરતા…
ઘેડ વિસ્તારમાં પાણી ભરાવાના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવાની દિશામાં ઐતિહાસિક પગલું ભૌગોલિક વિસ્તારનો અભ્યાસ શરુ કરવામાં આવ્યો સર્વેની કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા રુ. ૫ કરોડની ફાળવણી
પાણી ભરાવાની વર્ષો પુરાણી સમસ્યા ઉકેલવા જિલ્લા વહીવટી તંત્રની કવાયત: જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાનું માર્ગદર્શન જૂનાગઢ જિલ્લાના ઘેડ…
કેશોદના રેલ્વે સ્ટેશન થી લાટી પ્લોટ રોડ પરનાં દબાણો દુર કરવા માંગણી…
કેશોદ શહેરમાં આવેલાં રેલ્વે સ્ટેશન ને આધુનિક રેલ્વે સ્ટેશન બનાવવા પુરજોશમાં કામ ચાલી રહ્યું છે ત્યારે મુસાફરો અને વાહનચાલકો ને…
જૂનાગઢ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ
જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ — જૂનાગઢ તા.૨૪ જુલાઇ,૨૦૨૪ (બુધવાર) …
જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ મેંદરડા તાલુકામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત ગામોની લીધી મુલાકાત
જૂનાગઢ, તા.૨૪ જુલાઈ, ૨૦૨૪ (બુધવાર) જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી અનરાધર વરસાદના પગલે જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ જિલ્લાના મેંદરડા તાલુકાની મુલાકાત લીધી…
જૂનાગઢ જિલ્લાના ૧૪ જેટલા ડેમ ઓવરફ્લોઃ ૮૬ ગામડાઓને એલર્ટ રહેવા અને નાગરિકોને સલામત સ્થળે રહેવા અપીલ
જૂનાગઢ તા.૨૨ જુલાઇ, ૨૦૨૪ (સોમવાર) જૂનાગઢ શહેરમાં અને વિવિધ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. માણાવદર, વંથલી, કેશોદ, માંગરોળ વિસ્તારમાં વરસાદની અસર વધારે જોવા મળી છે. જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદને કારણે તેમજ ઉપરવાસમાંથી ખૂબ જ પ્રમાણમાં પાણીની આવક થતા ઘેડ પંથકમાં કેશોદ, માણાવદર, માંગરોળ તાલુકાના અંદાજે ૪૮ જેટલા ગામડાંઓ સંપર્ક વિહોણા છે, જેમાં માણાવદરમાં સૌથી વધુ ૨૨ જેટલા ગામ તેમજ માંગરોળમાં ૧૫ ગામ સંપર્ક વિહોણા છે.જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યુ કે, જૂનાગઢ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનની ટીમ કાર્યરત છે. ઘેડ પંથકના ગામડાંઓમાં અસરગ્રસ્ત નાગરિકોનો, સરપંચશ્રીઓ અને તલાટી કમ મંત્રીશ્રીઓની મદદથી શક્ય તેટલો ઝડપી સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આ વિસ્તારોમાં ફૂડ પેકેટ, પાણી જેવી પ્રાથમિક જરુરિયાતો પણ પૂરી પાડવામાં આવશે. જિલ્લામાં ૧૯ જેટલા ડેમમાંથી ૧૪ જેટલા ડેમ ઓવરફ્લો છે, જેના કારણે ૮૬ જેટલા ગામડાંઓને એલર્ટ કરવામાં આવ્યા છે. નાગરિકોને સલામત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે. છેલ્લા ચાર દિવસમાં જૂનાગઢ જિલ્લામાં આવેલા વરસાદને કારણે માળિયા હાટીના તાલુકાના આંબલગઢ ગામના એક અને માણાવદર તાલુકાના ઝીંઝરી થાણિયાણા ગામના એક એમ બે નાગરિકોના મૃત્યુ, પાણીના વધુ પ્રવાહને લીધે થયા હતા. આકસ્મિક મૃત્યુ થતાં આ નાગરિકોના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર સહાય ચૂકવવા માટેની કાર્યવાહી પ્રગતિ તળે છે. નીચાણ વાળા વિસ્તારમાં આવેલા નાગરિકોને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનની ટીમ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હજુ આગામી બે દિવસ જૂનાગઢ જિલ્લામાં રેડ એલર્ટ હોવાથી જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પીજીવીસીએલ અને આપત્તિ વ્યવસ્થાપનની ટીમને અવેજીમાં રાખવામાં આવી છે.










