કેશોદ શહેરમાં આવેલાં રેલ્વે સ્ટેશન ને આધુનિક રેલ્વે સ્ટેશન બનાવવા પુરજોશમાં કામ ચાલી રહ્યું છે ત્યારે મુસાફરો અને વાહનચાલકો ને આવવા જવામાં ટ્રેન આવે ત્યારે મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે ત્યારે રેલ્વે સ્ટેશન થી લાટી પ્લોટ તરફ જવાના રસ્તામાં જાહેર માર્ગ પર ગેરકાયદેસર દબાણો કરી રહેણાંક મકાનો બાંધવામાં આવેલ છે જે કેશોદ નગરપાલિકા દ્વારા દુર કરવામાં આવે તો રસ્તો ખુલ્લો અને પહોળો બની શકે એમ છે. કેશોદ નગરપાલિકા દ્વારા આ રસ્તો પહોળો બનાવવા થોડાં વર્ષો અગાઉ હયાત દુકાનનો અડધો ભાગ વહીવટી પ્રક્રિયા કરી દુર કરવામાં આવ્યો હતો જેના કારણે મુસાફરો અને વાહનચાલકો ને ઘણો ફાયદો થયો હતો. તાજેતરમાં કેશોદ રેલ્વે સ્ટેશન થી મુખ્ય માર્ગ પર જવામાં હયાત રસ્તામાં ખાડામાં પાણી ભરાઈ જવા ઉપરાંત પાનની દુકાનો આગળ આડેધડ વાહનો ના ખડકલાથી પગપાળા પસાર થવામાં મુશ્કેલીઓ આવે છે ત્યારે વૈકલ્પિક રસ્તો રેલ્વે સ્ટેશન થી લાટી પ્લોટ નો મુસાફરો અને વાહનચાલકો વધારે ઉપયોગ કરે છે ત્યારે આ ગેરકાયદેસર દબાણો કરી કરવામાં આવેલ બાંધકામ દુર કરવા કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા એ લેખિતમાં રજુઆત કેશોદ નગરપાલિકા ના સતાધીશો ને કરી છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે કે જોવાનું રહ્યું.
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ