NATIONAL

5 વર્ષમાં 32 હજાર વિદ્યાર્થીઓએ અધવચ્ચે જ શિક્ષણ છોડ્યું

દેશમાં ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ લીધા બાદ અધવચ્ચે જ અભ્યાસ છોડીને બહાર નીકળનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. છેલ્લાં પાંચ વર્ષના આંકડા જોતાં 2019થી 2023 સુધી શિક્ષણ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલ આંકડા ખરેખર આશ્ચર્યકારણ અને ચિંતાજનક છે. આ આંકડાઓ મુજબ છેલ્લાં પાંચ વર્ષમાં લગભગ 32 હજાર વિદ્યાર્થીઓએ ઉચ્ચ અભ્યાસ અધવચ્ચે જ છોડ્યો છે.

એક મીડિયા રિપોર્ટ મુજબ અત્યાર સુધી દેશની જાણીતી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યસ કરનારા 32 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પોતાનો અભ્યાસ અધવચ્ચે જ છોડ્યો છે. જેમાં આઇઆઇટી (IIT), એનઆઇટી (NIT), આઇઆઇએમ (IIM) જેવી સંસ્થાઓમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓનો સમાવેશ છે. રાજ્યસભાના શિક્ષણ વિભાગના કહેવા મુજબ અડધાથી વધારે વિદ્યાર્થીઓ અનુસૂચિત જાતી, અનુસૂચિત જનાજાતી અને ઓબીસી વર્ગના છે.

રાજ્યસભામાં સંસદમાં રજૂ કરવામાં આવેલ ડેટા પ્રમાણે કહેવામાં આવ્યું છે કે, આ આંકડાઓમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીએચડી કરનારા વિદ્યાર્થીઓ છે. કેન્દ્રિય શિક્ષણ રાજ્ય પ્રધાન સુભાષ સરકારે એક પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું હતું કે, સૌથી વધુ 17,454 વિદ્યાર્થીઓ કેન્દ્રિય વિદ્યાપીઠના છે. જ્યારે IIT ના 8,139 વિદ્યાર્થી અને NIT ના 5,623 વિદ્યાર્થીઓ છે.

ઉપરાંત IISER ના 1,046 વિદ્યાર્થી અને IIM ના 858, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન ટેક્નોલોજીના 803, સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચરના 112 વિદ્યાર્થીઓનો સમાવેશ છે.

રજૂ કરવામાં આવેલ આંકડાઓ મુજબ અનુસૂચિત જાતીના 4,423 વિદ્યાર્થીઓ, અનુસૂચિત જનજાતીના 3,774 વિદ્યાર્થી અને ઓબીસીના 8,602 વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ અધવચ્ચે જ છોડ્યો છે. આ સંખ્યા અધવચ્ચે અભ્યાસ છોડનારા વિદ્યાર્થીઓની કુલ સંખ્યાના 52 ટકા જેટલી છે. અહીં વઘુમાં જણાવવામાં આવ્યું હતું કે આમાંથી ઘણાં વિદ્યાર્થીઓ એવા હતાં જેમણે ખોટું ફિલ્ડ પસંદ કર્યું હતું અને તેમા અપેક્ષિત પરિણામ આપી શક્યા નહતાં. તો ઘણાં એ મેડિકલ કન્ડીશનને કારણે તો ઘણાંને વ્યક્તિગત કારણોસર અભ્યાસ છોડવાની ફરજ પડી છે. રાજ્યસભામાં એવી માહિતી પણ આપાવમાં આવી હતી કે ડ્રોપ આઉટ રેશ્યો માટે પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીએચડીના વિદ્યાર્થીઓ માટે પ્લેસમેન્ટની ઓફર તથા અન્ય સારી તક માટે થઇ રહેલ વ્યક્તિગત પસંદગી પણ તેનું એક કારણ છે.

કેન્દ્રિય શિક્ષણ રાજ્ય પ્રધાને જણાવ્યું હતું કે, ડ્રોપ આઉટની સંખ્યા ઘટાડવા માટે અનેક હકારાત્મક પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ માટે વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતી પર ધ્યાન આપવા માટે કાઉન્સેલરની નિમણૂંક, અભ્યાસની દ્રષ્ટીએ નબળા વિદ્યાર્થીઓ માટે ખાસ વર્ગો, અનુદાનિત શિક્ષણ, તણાવરહીત શિક્ષણ અંગેનું કાઉન્સેલીંગ તથા મનોવિજ્ઞાન વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!