
અરવલ્લી
અહેવાલ- હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારો ઢોલ-નગારા અને ડી.જે.ના તાલે સમર્થકો સાથે ફોર્મ ભરવા ઉમટ્યા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 11 એપ્રિલ શનિવાર અંતિમ તારીખ હોવાથી ભાજપ,કોંગ્રેસ,આમ આદમી પાર્ટી સહિત અન્ય રાજકીય પક્ષ અને અપક્ષ ઉમેદવારોએ તેમના સમર્થકો ઢોલ-નગારા અને ડી.જે.ના તાલે શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા ટિકિટ વાંછુક નેતાઓમાં ભારે નારાજગી જોવા મળી હતી કેટલાક ટિકિટ વાંછુક નેતાઓ રાજકીય દબાણ વશ ન છૂટકે ઉમેદવારો સાથે જોવા મળ્યા હતા સરકારી કચેરીઓમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો
અરવલ્લી જીલ્લા પંચાયત,બે નગરપાલિકા અને સાત તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારીના અંતિમ દિવસે ઉમેદવારો ભારે ઉત્સાહ પૂર્વક જીતની આશા સાથે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા મોડાસા નગરપાલિકાના છ વોર્ડમાં ભાજપના ઉમેદવારોએ માલપુર રોડ પર આવેલ કલ્યાણ ચોકમાંથી ઢોલ નગારા સાથે મોટી સંખ્યામાં ટેકેદારો સાથે રેલી સ્વરૂપે ઉમેદવારી નોંધાવી હતી ઉમેદવારો અને તેમના ટેકેદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો કોંગ્રેસના ઉમેદવારોએ તેમના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ આપી વિજય હુંકાર ભર્યો હતો તાલુકા મથકોની સરકારી કચેરીઓ ધમધમી ઉઠી હતી





