NAVSARI

નવસારીના વાંસદા ખાતે પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટીંગ સીપીઆઈ નુંકુમ સાહેબ પ્રમુખ સ્થાને યોજાઇ

વાત્સલ્યમ સમાચાર
વાંસદા નવસારી

નવસારી જિલ્લાના વાંસદા ખાતે આજે સીપીઆઈ નુકુમ સાહેબના વાંસદાના સિનિયર પીએસઆઇ જયદીપસિંહ ચાવડા તેમજ પટેલ સાહેબ તેમજ વાંસદા નગરના હિન્દુ અગ્રણીઓ વિરલ વ્યાસ,ભુપેન્દ્ર પટેલ,પદુમન સિંહ સોલંકી,બંટી પારેખ તેમજ અન્ય હિન્દુઓ અને મુસ્લિમ માંથી ગુલામભાઈ શેખ,સાજીદભાઈ વકીલ સહિતના મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને આવનારા વિવિધ તહેવારો ને અનુલક્ષીને આ મીટીંગ રાખવામાં આવેલ જેમાં રથયાત્રા તાજીયા વગેરે આવનારા દિવસોમાં આવે છે તેને ખૂબ જ શાંતિ અને ભાઈચારાથી યોજાય અને ઉજવાય તે ઉપર સીપીઆઈ નુંકુમ સાહેબ ભર મૂક્યો હતો તેમજ હિન્દુ સમાજના આગેવાનો અને મુસલમાનો આગેવાનો એ જણાવ્યું હતું કે આવનારા સમયમાં આવતા ત્યોહારોમાં શાંતિ પૂર્ણ માહોલમાં કોઈપણ જાતની અશાંતિનું વાતાવરણ ન થાય તેની જવાબદારી બન્ને સમાજના અગ્રણીઓએ આપી હતી

Back to top button
error: Content is protected !!