GUJARATSURATSURAT CENTRAL ZONESURAT CITY / TALUKOSURAT EAST ZONESURAT NORTH ZONESURAT SOUTH EAST ZONESURAT SOUTH WEST ZONESURAT SOUTH ZONESURAT WEST ZONE

Surat : વેપારીના હીરા પચાવી પાડવાનો ષડયંત્ર રચનાર અને પોલીસને ગેરમાર્ગે દોરનાર યુવકની વરાછા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી

વાત્સલ્યમ્ સમાચાર
ધામેલીયા કલ્પેશ-સુરત

સુરત માં હીરાની લૂંટ થઈ છે તેવું કહીને ત્રણ વેપારીના હીરા પચાવી પાડવાનો ષડયંત્ર રચનાર અને પોલીસને ગેરમાર્ગે દોરનાર યુવકની વરાછા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ઈસમ ત્રણ વેપારી પાસેથી હીરા લઈ સેફમાં મુકવા જતો હતો પરંતુ રસ્તામાં તેનો વિચાર બદલાતા હીરાની લૂંટ થઈ હોવાનો એક કારસો રચી પોલીસ સ્ટેશનને ખોટી ફરિયાદ કરવા પહોંચ્યો અને પોતે જ ભેરવાયો.

26 ઓક્ટોબર 2023ના રોજ હાર્દિક દેસાઈ નામનો વ્યક્તિ કે જે કાપોદ્રા વિસ્તારમાં રહે છે. તે વરાછા પોલીસ સ્ટેશનને ફરિયાદ કરવા ગયો હતો કે પોતે હીરા દલાલીનું કામ કરે છે અને તે મહિધરપુરા હીરા બજારમાંથી 97.32 કેરેટ હીરા લઈ વરાછા મીની બજાર સેફમાં મુકવા જતો હતો ત્યારે અજાણ્યા ઈસ્મોએ તેની સાથે હીરાની લૂંટ કરી છે. હાર્દિક દેસાઈએ પોલીસને જણાવ્યું હતું કે વૈશાલી ત્રણ રસ્તા પાસે બાઈક પર આવેલા અજાણ્યા બે ઇમોએ પોતાની ઓળખ પોલીસ તરીકેની આપી બાઈક ઉભી રખાવી હતી. ત્યારબાદ અન્ય એક વ્યક્તિએ ચપ્પુ બતાવી તારી પાસે જે હોય તે આપી દે તેવું કહી ધમકી આપી હતી અને ત્યારબાદ આ ઈસમો 97.32 કેરેટ હીરા કે જેની કિંમત 15થી 20 લાખ રૂપિયા થાય છે તે લૂંટીને ભાગી ગયા છે.  આ બાબતે વરાછા પોલીસે તપાસ હાથ ધરી હતી પરંતુ હાર્દિક દેસાઈની ફરિયાદ પર પોલીસને શંકા જાણે હતી. છતાં પણ પોલીસ દ્વારા હાર્દિકે જણાવ્યા અનુસાર મહિધરપુરા હીરા બજારથી લઈ વરાછા મેઈન રોડ ઉપર આવેલા અલગ અલગ 25 જેટલા સીસીટીવી કેમેરા પોલીસે તપાસીયા પરંતુ પોલીસને આવા કોઈ પણ લૂંટના સીસીટીવી મળ્યા નહીં કે, માહિતી મળી નહીં. તેથી પોલીસે હાર્દિક દેસાઈની જ ઉલટ તપાસ કરી અને તેની પૂછપરછ કરી. હાર્દિક દેસાઈ દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું કે, તેના પર દેવું થઈ ગયું હતું તેથી તે આ હીરા પોતાની પાસે રાખવા માગતો હતો. હાર્દિકે પોલીસને જણાવ્યું હતું કે મયુર ગોયાણીના 59.38 કેરેટ હીરા કે, જેની કિંમત 7,48,000, કલ્પીત મહેતા પાસેથી 35.96 કેરેટ હીરા કે જેની કિંમત 7,19,000 રૂપિયા અને નિલેશ ભડીયાદરા નામના વેપારીના 1.98 કેરેટ હીરા કે જેની કિંમત 56000 થાય છે આમ કુલ 97.32 કેરેટ હીરા કે તેની કિંમત 15 લાખ 23 હજાર રૂપિયા થાય છે તે પોતાની પાસે રાખવા માગતો હતો. જે થી તેને પોતાની સાથે લૂંટ થયું હોવાની એક ખોટી વાર્તા ઉજવી હતી અને હીરાના પેકેટોને પોતાની સીડી ડીલક્ષ મોટરસાયકલના ટૂલ બોક્સમાં રાખી દીધા હતા. આ વાર્તા ઉપજાવવાના કારણે અને ફરિયાદ કરવાના કારણે મૂળ માલિકોને હીરા પરત ન કરવાનો હાર્દિક દેસાઈનો કારસો પોલીસે નિષ્ફળ કર્યો અને પોલીસે હાર્દિકની ધરપકડ કરી મૂળ માલિકને હીરા પરત કર્યા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!