MORBIMORBI CITY / TALUKOTANKARA

રાજ્ય કક્ષાની સ્ટેમ ક્વિઝ સ્પર્ધામાં ટંકારા તાલુકા નાલંદા વિદ્યાલય ના 3 વિદ્યાર્થીઓ એ મેદાન માર્યું

રાજ્ય કક્ષાની સ્ટેમ ક્વિઝ સ્પર્ધામાં ટંકારા તાલુકા નાલંદા વિદ્યાલય ના 3 વિદ્યાર્થીઓ એ મેદાન માર્યું

ટંકારા: ગત તારીખ 9 મે ને મંગળવારના રોજ અમદાવાદના સાયન્સ સિટી ખાતે રાજ્ય કક્ષાની સ્ટેમ ક્વિઝ 2023 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટંકારા તાલુકા ના નાલંદા વિદ્યાલય ના ત્રણ (૩) વિદ્યાર્થીઓએ ૧ થી ૪ માં સ્થાન પ્રાપ્ત કરી શાળા પરિવાર તેમજ તેમના પરિવાર અને ગામનું નામ રોશન કર્યું છે.

જેના અનુસંધાને તારીખ 12 મેના રોજ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર- મોરબી દ્વારા વિજેતા થયેલા મોરબી જિલ્લાના દરેક વિદ્યાર્થીઓનું સન્માન જિલ્લા કલેકટરશ્રી જી. ટી. પંડ્યા સાહેબ અને શિક્ષણ અધિકારીશ્રી રાણીપા સાહેબના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સાર્થક બારડ ને ટેબ્લેટ, કરણ જાદવ ને ટેલિસ્કોપ અને નંદની સિધપુરી ને ટેલિસ્કોપ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિજેતા પામેલા વિદ્યાર્થિનીઓને શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવાયા છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!