ચોટીલા પંથકમાં દિવસ રાત દરમ્યાન થતી ચોરીઓ અટકાવવા ચોટીલા પોલીસ સ્ટેશનની નમ્ર અપીલ

તા.03/10/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ચોટીલા શહેર તેમજ ચોટીલા ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને દિવસ તથા રાત્રી દરમ્યાન થતી ચોરીઓ અટકાવવા નીચે મુજબના મુદાની કાળજી રાખવા ચોટીલા પોલીસ સ્ટેશન તરફથી અપીલ કરવામાં આવે છે તમો તમારુ ઘર છોડીને કોઇ કામ અર્થે કે કોઇ કારણથી બહાર જાવ ત્યારે આપના ઘરમાં રહેલ કિંમતી દર દાગીના તથા રોકડ રુપિયા સાથે રાખવા અને શક્ય હોય ત્યાં સુધી બેન્ક લોકર કે અન્ય કોઇ સુરક્ષિત જગ્યાએ રાખવા તથા આપની આજુબાજુમાં રાત્રી દરમ્યાન કોઇ શંકાસ્પદ અજાણ્યા માણસો મળે તો તેમની પૂછપરછ કરવી અને પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવી દિવસ દરમ્યાન આપની સોસાયટી કે વિસ્તારમાં કોઇ શંકાસ્પદ હીલચાલ વાળી વ્યકિત મળે તો તેને રોકી પૂછપરછ કરી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરો શહેર કે ગ્રામ્ય વિસ્તારના જાહેર રસ્તાઓ ઉપર સીસી ટીવી લગાડવા અને આ અંગે ગ્રામ પંચાયત કે નગરપાલિકાએ આયોજન કરવું આજુ બાજુના વિસ્તારમાં ઘણી ચોરીઓના બનાવો બનવા પામેલ હોય જેથી શંકાસ્પદ વસ્તુ-વાહન સાથે કોઇ હાજર મળી આવે તો પોલીસ સ્ટેશને જાણ કરવી આપ આપના પરિવાર સાથે ભીડવાળી જગ્યાએ જાવ છો ત્યારે તમોએ પહેરેલ કિંમતી દાગીનાની કાળજી રાખવી બંને તો દાગીના પહેરવાનું ટાળો શહેરી વિસ્તારમાં સોસાયટીમાં ગ્રામ્ય વિસ્તારના રહેતા માણસોએ એક બીજાના સંપર્કમાં રહી ગેરકાયદેસર પ્રવૃત્તિ કે શંકાસ્પદ વ્યકિત બાબતે સોસાયટીના તમામ રહીશોને જાણ કરવી આપ આપના રહેણાંક જગ્યાએથી અન્ય કોઇ જગ્યાએ જાવ છો ત્યારે આપના રહેણાંકનું ધ્યાન રાખવા આજુબાજુના માણસોને જાણ કરવી ચોટીલા શહેરી, ગ્રામ્ય વિસ્તારમાં સરકારી નોકરી કરનાર વર્ગ જાહેર રજાના દિવસોમાં પોતાના કિંમતી સામાન સાથે અથવા સુરક્ષિત જગ્યાએ રાખવો તાજેતરમાં ચોટીલા શહેર વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ રાત્રી ઘરફોડ ચોરીના બનાવો બનવા પામેલ હોય જેથી વધુ આવા બનાવો ન બને તે માટે તમામ નાગરિકોને પુરેપુરી તકેદારી રાખવા ચોટીલા પોલીસ સ્ટેશન વતી ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. વલવી નાઓ દ્વારા અપીલ કરવામાં આવે છે.




