DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

મહિલા ITI જામનગર દ્વારા ‘એન્યુઅલ ડે’  ઉજવણી 

મહિલા ITI જામનગર દ્વારા એન્યુઅલ ડે ઉજવણી

 

ફેશન ડિઝાઇનીંગકોસ્મેટોલોજી સહિતના ટ્રેડમાં તાલીમ લઈ રહેલ બહેનો દ્વારા ફેશન શો, બ્યુટી શો, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતની પ્રસ્તુતિઓ રજુ કરાઈ

         જામનગર (નયના દવે)                                                                                                                                                                               શહેરના ધન્વંતરિ ઓડિટોરિયમ ખાતે મહિલા આઈ.ટી.આઈ. જામનગર દ્વારા એન્યુઅલ ડે-૨૦૨૩ની ઉજવણી કરવામાં આવેલ. કાર્યક્રમ અંતર્ગત મહિલા આઈ.ટી.આઈ. ની ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી ટ્રેડમાં તાલીમ મેળવી રહેલ ભાવી ફેશન ડિઝાઇનર તાલીમાર્થીની બહેનોએ નિર્માણ કરેલ અલગ પ્રકારના સ્ટાઈલ અને ફેન્સી વસ્ત્રો પહેરી ગ્લેમરસ રેમ્પવોક સાથે બોલ્ડ બ્યુટી, ફેરીટેલ, રોયલ ફયુશન સહિતની આકર્ષક પ્રસ્તુતિઓ રજૂ કરી હતી. સાથે સાથે મહિલા આઈ.ટી.આઈ.માં કોસ્મેટોલોજી ટ્રેડમાં  તાલીમ દરમિયાન મેળવેલ કૌશલ્યનો ભરપૂર ઉપયોગ કરી બહેનોએ આકર્ષક મેકઅપ, હેર સ્ટાઈલ સાથે મોડેલ તૈયાર કરી મંચ પર કેટવોક સાથે સૌને પ્રભાવિત કર્યા હતા. જેમાં પ્રથમ રાઉન્ડમાં સ્ટેટ વાઇસ બ્રાઈડલને પ્રસ્તુત કરવામાં આવેલ. સેકન્ડ રાઉન્ડમાં હોરર થીમને  કેન્દ્ર સ્થાને રાખી હોરર મેકઅપ અને હેર સ્ટાઈલ તેમજ ત્રીજા રાઉન્ડમાં ઈન્ડો વેસ્ટરનસ્ટાઇલ બખૂબી રજૂ કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં જામનગર મહિલા આઈ.ટી.આઈ. માં ચાલતા વિવિધ ટ્રેડની તાલીમાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવેલ. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સમૂહ નૃત્ય, પ્રાચીન ગરબા, દેશભક્તિ ગીત, રાધે ક્રિષ્ના રાસલીલા, વુમન એમ્પાવરમેન્ટ થીમ પર નૃત્ય, લહેરાદો-વિકટરી ડાન્સ, બોલીવુડ રિમિક્સ ડાન્સ, આઈ.ટી.આઈ.વિશેની માહિતી આપતુ સુંદર નાટ્યાત્મક પ્રેઝન્ટેશન સહિતની કૃતિઓ તાલીમાર્થી બહેનો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ. 

 

આ પ્રસંગે સંસ્થાના આચાર્યશ્રી જે.એસ. વસોયા દ્વારા સ્વાગત ઉદબોધન કરવામાં આવેલ તેમજ શ્રી હંસાબેન એચ.ટાઢાણી, દહેજ પ્રતિબંધક અધિકારી, જામનગર દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવેલ. કાર્યક્રમના અંતમા સંસ્થાના ફોરમેન સુશ્રી ધરતી જે. ભટ્ટ દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ. ત્યારબાદ  રાષ્ટ્ર ગાન સાથે એન્યુઅલ ડે ઉત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવેલ.

 

@__________…

BGB

8758659878

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!