AHAVADANGGUJARAT

ડાંગના લશ્કર્યાઆંબાથી મહાલ સુધીનો રસ્તો પહોળો ન કરાય તો અગામી લોકસભાની ચુંટણી બહિષ્કાર કરવાની ચીમકી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગડાંગ જિલ્લાનાં લશ્કર્યાઆંબાથી મહાલ સુધીનો રસ્તો ત્રણ મીટરનો છે જેને પહોળો કરવા માટે સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી છે તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા આ અંગે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી.ત્યારે સ્થાનિકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.અને જો યોગ્ય કાર્યવાહી ન થાય તો ગ્રામજનો દ્વારા લોકસભાની ચૂંટણી નો બહિષ્કાર કરવામાં આવશે એવી ચીમકી  ઉચ્ચારવામાં આવી હતી.ડાંગ જિલ્લાના લશ્કર્યા આંબાથી મહાલ સુધીનો ને.હા.નં.953  રસ્તો સીંગલ ત્રણ મીટરનો છે. હાલમાં સીંગલ રસ્તો હોવાથી અવાર નવાર અકસ્માત થાય છે.તેમજ જાન માલ ને  નુકશાન થાય છે. ડાંગમાં જેટલા પણ ડામર સપાટીના રસ્તા બને છે તે માટે ભારે (લોડીંગ) વાહનો આ રસ્તા પરથી જ પસાર થાય છે.હાલમાં જ ગત તા. 06/01/2024 નાં રોજ પણ ભારે વાહન અને મોટર સાયકલ વચ્ચે  અકસ્માત સર્જાયો હતો.અને અક્સ્માતમાં બાઈક સવારનું  સ્થળ પર જ મોત નિપજ્યુ હતુ.ડાંગના તમામ ભારે વાહનો આ રસ્તા પરથી જ પસાર થાય છે તેમજ મહાલ અભ્યારણ (પ્રવાસી સ્થળ) હોવાથી બહારથી આવતા પ્રવાસીઓનું અવર જવર પણ આ રસ્તે જ થતુ હોય છે. વાહનોની અવર જવર વધુ હોય છે પરંતુ રસ્તો સાંકડો હોવાને કારણે અનેક અકસ્માત સર્જાઈ રહ્યા છે.જેને લઇને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે જ્યાં સુધી આ રસ્તો પહોળો ન થાય ત્યા સુધી આ રસ્તા પરથી આવતા ભારે વાહનો વાયા સીંગાણા સુબીર થઈને ચાલુ કરવા અને આ રસ્તાનું વિસ્તરણનું કામ વહેલી તકે ચાલુ કરવામાં આવે એવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે.સમગ્ર મામલાને લઈને સ્થાનિકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.અને જો સાત દિવસમાં યોગ્ય જવાબ આપવામાં નહીં આવે તો આવનારી લોકસભાની ચૂંટણીનો ગ્રામજનો દ્વારા બહિષ્કાર કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે.અમારી લોક લાગણી છે. અને તેમ ન કરવામાં આવે તો ટૂંક સમયમાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. તેની સંપુર્ણ જવાબદારી વહીવટ તંત્રની રહશે..

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!