BANASKANTHATHARAD

થરાદમાં જિલ્લા ભાજપ મહામંત્રી કનુભાઈ વ્યાસનો સન્માન સમારોહ યોજાયો

27 એપ્રિલ

વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

બોક્ષ : ભાજપ એક વિચારધારા છે રાષ્ટ્રને વરેલી પાર્ટી છે-કનુભાઈ વ્યાસ.

બનાસકાંઠા જિલ્લા ભાજપના નવનિયુક્ત મહામંત્રી અને ધરણીધર ઝોનના પ્રભારી કનુભાઈ વ્યાસનો થરાદના બળિયા હનુમાન મંદિર ખાતે અઢારે સમાજ દ્વારા સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું જેમાં સૌપ્રથમ દીપપ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ સન્માનવિધિ શરૂ કરવામાં આવી આવેલ દરેક લોકોએ અલગ અલગ પ્રકારે કનુભાઈ વ્યાસ નું સન્માન કર્યું ત્યારપછી જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસે પોતાની આગવી શૈલીમાં સન્માન સમારોહને સંબોધતા જણાવ્યું કે આપ સૌએ મને પ્રેમ આપી અને આટલું મોટું સન્માન કર્યું એ બદલ સૌપ્રથમ આપ સૌનો આભાર માનું છું ત્યારબાદ જણાવ્યું કે થરાદ બેઠક ઉપર એક વિકાસપુરુષ ધારાસભ્ય છે અને થરાદ તાલુકામાં વિકાસના કોઈ કામ પાંચ વર્ષમાં બાકી નહિ રહે અને આવનાર સમયમાં થરાદ સ્માર્ટ સીટી બનશે અને હવે આવનાર સમયમાં નગરપાલિકા અને તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપને જીતાડવાની છે આપણે સૌએ એક ટિમ વર્ક બનીને ભાજપને જીતાડવા કટિબદ્ધ બનવાનું છે જેને પણ ભાજપમાં કામ કરવું હોય એ તમામનું સ્વાગત છે ભાજપ એક વિચારધારા છે ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના ગૌરવ માટે ભાજપ કામ કરે છે કાર્યક્રમમાં વિધાનસભા મીડિયા ઇન્ચાર્જ હાજાજી રાજપૂત અને સહ ઇન્ચાર્જ રાજેશભાઈ જોષી(નાનોલ) નું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બળદેવભાઈ જોષી(વાંમી)દિનેશભાઇ દવે(ખારાખોડા)મહેશભાઈ ત્રિવેદી(થરાદ)ભરતભાઇ દવે(મેસરા)મોન્ટુ મહારાજ(બળિયા હનુમાન મંદિર)સરદારસિંહ વાઘેલા(નાગલા)ચંપકલાલ શર્મા(ભોરડું)અશોકભાઈ દવે,કૈલાશભાઈ દવે,સંદીપભાઈ દવે,મોહનભાઇ જોષી,કાંતિલાલ જોષી, મહેશભાઈ દવે,રમેશભાઈ દવે,મનુ મહારાજ,શ્રવણભાઈ મહેશ્વરી, રામભાઈ મહેશ્વરી, પિન્ટુભાઈ બારોટ,રાહભાઈ રબારી,સતીષભાઈ દવે,ધીરુભાઈ આચાર્ય,અશોકભાઇ ખત્રી,પિન્ટુભાઈ સોની,પ્રદીપભાઈ દવે,હિતેન્દ્રભાઈ શ્રીમાલી, રાજેશભાઈ દવે સહિત દરેક સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!