GUJARATNARMADATILAKWADA

તિલકવાડાના વજેરિયા ખાતે મામલતદાર પ્રતીક સંઘાડાના હસ્તે ધ્વજ ફરકાવી 77 સ્વતંત્રતા દિવસની તાલુકા કક્ષાએ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

તિલકવાડાના વજેરિયા ખાતે મામલતદાર પ્રતીક સંઘાડાના હસ્તે ધ્વજ ફરકાવી 77 સ્વતંત્રતા દિવસની તાલુકા કક્ષાએ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

રિપોર્ટર વસિમ મેમણ : તિલકવાડા

ઉલ્લેખનીય છે કે આ વર્ષે ભારતનો 77 માં સ્વતંત્રતા દિવસ ઉજવણી કરવામાં આવી. આપણે સૌ જાણીએ છે કે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના પ્રયાસોથી ભારતને 15મી ઓગસ્ટ 1947ના રોજ લાંબા સમયગાળા બાદ બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી. જેથી આ સ્વતંત્રતા દિવસની સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવે છે આ સ્વતંત્રતા દિવસની તિલકવાડા તાલુકાના વજેરિયા ખાતે મામલતદાર પ્રતીક સંઘાડા ના હસ્તે ધ્વજ ફરકાવી ભારે હર્ષોઉલ્લાસ સાથે 77માં સ્વતંત્રતા દિવસની તાલુકા કક્ષાએ ઉજવણી કરવામાં આવી


ભારતીય ઇતતહાસમાાં સૌથી યાદગાર દીવસોમાં એક 15 મી ઓગસ્ટ છે. જે દિવસે ભારત ને લાંબા સંઘર્ષ પછી સ્વતંત્રતા મળી હતી. ભારતમાં ત્રણ રાષ્ટ્રીય તહેવારો છે એક સ્વતંત્રતા દિવસ બીજો પ્રજાસત્તાક દિવસ અને ત્રીજો ગાંધી જયંતી આ ત્રણે તહેવારની ભારત દેશમાં ભારે ધામધૂમ થિ ઉજવણી કરવામાં આવે છે આઝાદી પછી ભારત વિશ્વનુ સૌથી મોટુાં લોકશાહી દેશ બન્યું. આપણાં દેશવાસીઓએ બ્રિટીશરો પાસેથી આપણી આઝાદી મેળવવા માટે ખુબ જહેમત ઉઠાવી હતી કેટલાક લોકોએ પોતાના પ્રાણો ની આહુતિ આપી છે તો કેટલાક લોકોના મતે આ તહેવાર લાંબા સંઘર્ષની યાદ અપાવે છે જ્યારે યુવાનો માટે તે દેશનું ગૌરવ અને સન્માન છે. સૌથી ઉપર આપણે દેશ ભરમાં દેશ ભક્તિની લાગણી જોઈ શકીએ છીએ. દેશ ભરમાં રાષ્ટ્રવાદ અને દેશભક્તિની ભાવના સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ 77 માં સ્વતંત્રતા પર્વની તિલકવાડા તાલુકાના વજેરિયા ખાતે તાલુકક્ષાએ ઉજવણી કરવામાં આવી તિલકવાડા મામલતદાર પ્રતીક સંઘાડાના હસ્તે ધ્વજ ફરકાવી સ્લામી અર્પણ કરવામાં આવી ત્યાર બાદ સારી કામગીરી કરતા શિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાય સાથેજ વિદ્યાર્થીઓ દ્વારા દેશ ભક્તિના સોન્ગ પર સુંદર નૃત્ય રજૂ કરવામાં આવ્યા. આ ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહતા સમગ્ર વિસ્તાર જય હિન્દ ના નારા સાથે ગુંજી ઉઠ્યો હતો

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!