GUJARATNAVSARI

વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ નવસારી સમિટ હેઠળ નવસારી જીલ્લામાં કુલ રૂ.૨૧૨ કરોડના MOU થયા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારીગુજરાત ગ્લોબલ સમિટના સફળતાપૂર્વક બે દાયકા પૂર્ણ થતાં તેના ભાગરૂપે તેમજ આગામી ‘વાઈબ્રન્ટ ગુજરાત-૨૦૨૪’ની પ્રિ-ઈવેન્ટ અંતર્ગત સમસ્ત લેઉવા પાટીદાર સમાજ ટ્રસ્ટ તિઘરા રોડ નવસારી  ખાતે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની  ઉપસ્થિતિમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત,વાઈબ્રન્ટ નવસારી ’ સમિટ યોજાઈ હતી. જેમાં ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે નવસારી જીલ્લામાં આજદિન સુધી રૂ.૨૧૨ કરોડના ૧૪૬ એમ.ઓ.યુ. થયા છે, જેનાથી અંદાજે નવસારી જિલ્લામાં વિપુલ પ્રમાણમાં રોજગારીનું સર્જન થશે .

જેમાં સુયાશ ઇથીક્લ્સ પ્રા.લીના ચેરમેન શ્રી રાજુ શાહ દ્વારા ફાર્માસ્યુટીકલ માટે રૂ.૫૦ કરોડનું મૂડીરોકાણ , રાજહંસ પ્રા.લી ના ડાયરેક્ટરશ્રી જયેશભાઈ દેસાઈ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ડેવલોપમેન્ટ માટે રૂ.૪૮.૫૦ કરોડનું મૂડીરોકાણ, શાહલોન એન્ટરપ્રાઈઝ એલ.એપી.ના ઓર્થોરાઈઝ પર્સન દ્વારા ઇન્ડસ્ટ્રીયલ પાર્કડેવલોપમેન્ટ માટે રૂ.૪૩.૨૮ કરોડનું મૂડી રોકાણ અને એન.પી. ઇન્ડસ્ટ્રીયલના પ્રોપ્રાયટર શ્રી નગીનભાઈ પટેલ દ્વારા એસ.એસ.એલ્યુમિનીયમ એન્ડ કોપર વાઈન ડ્રોઈંગ માટે રૂ.૧૦ કરોડનું મૂડીરોકાણ ઉધોગકારો દ્વારા જિલ્લા ઉધોગ કેન્દ્ર નવસારી ગુજરાત સરકાર સાથે MOU કરવામાં આવ્યા હતા.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!