GODHARAGUJARATPANCHMAHAL

ગોધરા તાલુકાના હરકુંડી ગામે સંકલ્પ યાત્રાના રથનું ઉમંગભેર સ્વાગત કરતા ગ્રામજનો

ગોધરા

નિલેશકુમાર દરજી શહેરા

ગોધરા,રવિવાર: વિકસિત ભારત સંકલ્પ યાત્રા પંચમહાલ જિલ્લાના ૭ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં પરિભ્રમણ કરી રહી છે, આ યાત્રાનો રથ ગોધરા તાલુકાના હરકુંડી ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા રથને તિલક કરીને ઉમંગભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

હરકુંડી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા કાર્યક્રમનું આયોજન કરાયું હતું.જિલ્લા અગ્રણી અશ્વિનભાઈ પટેલે લોકોને સરકારશ્રીની સિધ્ધિઓ અને યોજનાઓ અંગે માહિતી આપી હતી.જેમાં સરકારશ્રીની ૧૭ યોજનાઓ અંતર્ગત બહોળી સંખ્યામાં લોકોએ લાભ મેળવ્યો હતો.

 

આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના પ્રદર્શન થકી લોકોને યોજનાકીય લાભો મેળવવા માહિતી આપી હતી.ઉપસ્થિત લોકોએ સ્થળ પર સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ મેળવ્યા હતા.ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ડ્રોન ટેકનોલોજી અંગે માહિતી આપીને જાહેરમાં ડ્રોનનું પ્રદર્શન કરાયું હતું.ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા.આરોગ્ય વિભાગ તરફથી ટી.બી નિદાન સ્ક્રીનીંગ કરાયું હતું. આ સાથે લાભાર્થીઓએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મેળવેલ લાભ અંગે જાહેરમાં પ્રતિભાવ આપ્યા હતા.મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરાયા હતા.આ તકે લાભાર્થીઓને ઘર આંગણે જ વિવિધ લાભ મળતા સરકારશ્રીનો આભાર માન્યો હતો.

 

આ યાત્રા દરમિયાન મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી,જિલ્લા અગ્રણી અશ્વિનભાઈ પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ,મહાનુભાવો અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

***

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!