GUJARATJETPURRAJKOT

Gondal: સ્વીપ અંતર્ગત આંગણવાડી કાર્યકરો માટે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

તા.૮/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, Gondal: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ભારતના ચૂંટણી પંચની સૂચનાનુસાર રાજકોટ જિલ્લામાં વિવિધ સંસ્થાઓ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ, ઇવીએમ નિદર્શન, સિગ્નેચર કેમ્પેઇન, પ્રતિજ્ઞા વાંચન જેવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે સ્વીપ કાર્યક્રમના નોડલ અધિકારી અને અધિક કલેકટરશ્રી જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લામાં વિવિધ સંસ્થાઓ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.

આ ઉપક્રમે ગોંડલ તાલુકાના પાટખીલોરી ગામના ભાગ નંબર ૨૩૦માં ૫૦% કરતા ઓછું મતદાન થયેલ તે ભાગમાં આજરોજ પ્રાથમિક શાળામાં “મતદાર જાગૃતિ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે હાજર દરેક મહિલાઓને પ્રમાણપત્ર આપી અચૂક મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી. આ સાથે-સાથે આંગણવાડી કાર્યકરોને મીટીંગમાં મતદાર જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરી મતદારોને જાગૃત કરવા તેમજ મહિલાઓની મતદાનમાં ભાગીદારી વઘે તે માટે પ્રયત્નો કરવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા અંગે શપથ લેવામાં આવ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!