HIMATNAGARSABARKANTHA

હિંમતનગર મા ગ્રોમોર સ્કૂલમાં ચકલી દિવસની ઉજવણી

*ગ્રોમોર સ્કૂલમાં ચકલી દિવસની ઉજવણી*

આજરોજ 20 મી માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ, જેની ઉજવણી આજે સમગ્ર દેશમાં. થાય છે, જે રીતે આજે *ગ્રોમોર સ્કૂલ* માં પણ કરવામાં આવી હતી.
સતત ચકલીઓની વસ્તીમાં ઘટાડો થતાં લોકજાગૃતિ માટે દર વર્ષે 20 મી માર્ચે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઘરની ચકલી લુપ્ત થવાના આરે છે.
આજે વિશ્વ ચકલી દિવસે આપણે પણ આ લુપ્ત થતી ચકલીની પ્રજાતિને બચાવવા એક નાનો પ્રયાસ કરીયે અને આપણાં ઘર અને સ્કૂલની આસપાસ ચકલીઓને અનુકૂળ વાતાવરણ મળે તેવા પ્રયાસ કરીયે. તેમને પાણી પીવા માટે કુંડાની વ્યવસ્થા અને તેમને રહેવા માટે માળાની વ્યવસ્થા મળી રહે તે હેતુથી આજે *ગ્રોમોર સ્કૂલ* માં ચકલીઓ માટે પાણીના કુંડા લગાવવામાં આવ્યા હતા. આ રીતે વિદ્યાર્થીઓ દ્વારા આજે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સંસ્થાના ટ્રસ્ટી ડૉ. બી. એલ. પટેલ, શ્રી એમ એલ. પટેલ, સેન્ટર હેડ ડૉ ભરત સુથાર સરે સ્ટાફ મિત્રોને તથા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટર જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!