BHUJKUTCH

મહા જન સંપર્ક અભિયાન અંતર્ગત ઉતરપ્રદેશ નાં ચાર જીલ્લા માં પ્રબુધ્ધ નાગરિક બેઠક તથા પ્રેસ વાર્તા યોજતાં કચ્છ સાંસદ શ્રી વિનોદ ચાવડા.

4-જૂન

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :- નવા ભારત નાં ૯ વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ નાં વર્ષ માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ માં થયેલ કાર્યોને પ્રજા સમક્ષ મૂકવા મહા જન સંપર્ક અભિયાન દેશભર માં ચાલી રહ્યું છે જેમાં ઉતર પ્રદેશ નાં કાનપુર, અકબરપુર, ઝાંસી, જાલોન ચાર જીલ્લા ની જવાબદારી કચ્છ નાં સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભાજપ નાં મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા ને સોંપવામાં આવેલ છે. તે અંતર્ગત કાનપુર, જાલોન, અકબરપુર, લોકસભા ક્ષેત્ર માં સોશ્યલ મીડીયા ઇન્ફલુએંસર બેઠક માં તા. ૨/૬ અને ૩/૬ ના ભાગ લઈ પ્રેશ વાર્તા કરી હતી. ૯ વર્ષનાં વિકાસ અને ગરીબ કલ્યાણ નાં કામો દર્શાવ્યા હતા, જાલોન લલીતપૂર લોકસભા ક્ષેત્રના ઉરઈ માં તેમજ કાનપુર પ્રબુધ્ધ નાગરિક સમેલન, આયોજીત બેઠક માં ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમો માં કાનપુર સાંસદ શ્રી સત્યદેવ બહાદુર પાઠક તેમજ જાલૌન ભાનુ પ્રતાપસિંઘ વર્મા, ઉ.પ્ર સરકાર રાજ્યમંત્રી ધર્મવીર પ્રજાપતિ, સર્વ શ્રી બેબી રાની મૌર્યાજી, અનુરાગ વિશ્વનાથ શર્મા, મુકેશ મિશ્રાજી, જમુના પ્રસાદ કુશવાહજી, પ્રદીપ સરાવગીજ, મુલચંદ નિરંજનજી, રામેન્દ્રસિંહ બનાજી, સંજીવ ઋષિજી, રવિન્દ્ર શુક્લાજી, કેન્દ્રીય મંત્રી શ્રી રાજકુમાર સિંઘ, સુનિલ પાઠકજી, ડો. વિના આર્યા પટેલ, અવિનાશ ચૌહાણ સહિત પાર્ટીના પદાધિકારીઓ સાથે રહ્યાં હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!